For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તેલ પણ નકલી? કપડવંજમાંથી 52 ટન શંકાસ્પદ તેલ ઝડપાયું

05:00 PM Dec 06, 2023 IST | Sejal barot
તેલ પણ નકલી  કપડવંજમાંથી 52 ટન શંકાસ્પદ તેલ ઝડપાયું

ખેડા જિલ્લામાં સિરપકાંડ થયા બાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે દરમિયાન ભેળસેળયુક્ત તેલનું વેચાણ થઇ રહ્યું હોવાની ફરિયાદ મળતા કપડવંજમાં આવેલી બે ઓઇલ મીલમાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દોરડા પાડવામાં આવ્યા હતા. જેમાં 52 ટન તેલ અને 1564 તેલ ભરેલા ડબ્બા શંકાસ્પદ જણાતા જપ્ત કરવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકરો પણ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર કપડવંજના મોડાસા રોડ પર હીરા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને નવાગામ ખાતે આવેલી મહેશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ અને પૂરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમયાન કુલ 52.3 ટન જેટલો ખાદ્યતેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને એક અરજી મળી હતી કે કપડવંજમાં શંકાસ્પદ ખાદ્યતેલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને ગઇકાલે બે ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન મહેશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 15 કિલોના વિભિન્ન બ્રાન્ડના 692 તેલના ડબ્બા, 156 તેલના બોક્સ, વિવિધ ટાંકામાં 19.3 ટન સોયાબિન તેલ, ટાંકામાં અંદાજીત 4.7 ટન સરસો તેલ, અલગ-અલગ ટાંકામાં 7.9 ટન પામોલીન તેલનો જથ્થો મળી આવ્યો હતો. એવીજ રીતે હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી વિભિન્ન બ્રાન્ડના 871 તેલના ડબ્બા, ત્રણ ટાંકામાં અંદાજીત 10.3 ટન પામોલીન તેલ, એક ટાંકામાં 10.1 ટન સોયાબીન તેલનો જથ્થો મળી આવ્યો હતો. જેને સીઝ કરવામાં આવ્યો હતો તથા નમૂના ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ ફેક્ટરીમાં કઈ કઈ કંપનીના ભળતા નામથી નકલી તેલ બનતુ હતુ. તેના પર એક નજર કરી લઈએ રાણી, એક્કા, જાનકી, મંગલદીપ, કુમકુમ, જાગૃતિ, કિશન, માતૃધારા, સ્વસ્તિક, અમૃત, અનમોલ, મહારાણી અને શિવકૈલાસ. આ એ તમામ નામ છે, જેના ભળતા નામથી નકલી ઘીના ડબ્બા ભરીને નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હતા. હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં સોયાબિન સહિત અલગ અલગ 8 પ્રકારનું નકલી ઓઈલ તૈયાર કરાતુ હતુ. ત્યારે હાલ તો પોલીસે તમામ અલગ અલગ બ્રાન્ડના ડબ્બામાંથી તેલના નમુના લીધા છે અને તપાસમાં મોકલ્યા છે.
વીઓ. ખેડામાંથી એક બાદ એક નકલી વસ્તુ પકડાતા લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે. સાથે જ લોકોમાં ચર્ચા એવી પણ ચાલી છે કે આવા ગોરખધંધા તો અધિકારીઓના આશીર્વાદથી જ ચાલતા હોય છે. ત્યારે પોલીસ સહિત તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માગ લોકોમાં ઉઠી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement