ગુજરાતના ગુપ્તચર વડાનો ચાર્જ આઈપીએસ વિરેન્દ્ર યાદવને સોંપાયો
તાજેતરમાં IPS અધિકારીઓ વચ્ચે સર્જાયેલ વાયરલ વિવાદથી હર્ષભાઈ સંઘવીને લંડન બેઠા બેઠાં બેઠા નારાજી વ્યકત કરતાં ગુપ્તચર વડાનો ચાર્જ નિર્વિવાદી IPS ને સુપ્રત થયો છે ચાલુ માસના અંતે મુખ્ય પોલીસ વડા નિવૃત્ત થવાના છે. રથયાત્રા પણ પૂર્ણ થશે. ત્યારે મોટા ફેરફારની ચર્ચાઓ સાચી ઠરશે કે પછી તંત્ર ફરી લાચાર બનશે? ઈંઙજ વર્તુળોમાં હોટ ટોપિક બન્યો છે.
રાજ્ય પોલીસ તંત્રમાં તંત્રની નિર્ણય કરવાની અનિર્ણિયતને કારણે પ્રવર્તમાન સમયમાં ખૂબ અગત્યની માનવામાં આવતી ગુપ્તચર આઈબી વડાનું સ્થાન લાંબા સમયથી ખાલી છે , આ જગ્યાનો જેમને ચાર્જ અપાયેલ તેવા અધિકારી પણ નિવૃત્ત થતા હવે કોને ચાર્જ આપવામાં આવશે? તેવો પશ્ન માત્ર IPS લેવલે જ નહિ, પોલિટીકલ વર્તુળો અને અન્ય કેડરમાં ચર્ચાતો હતો.
આ સ્થાન માટે પોલીસ ભવન અને અન્યત્ર ફરજ બજાવતા નામોની ચર્ચાઓ વચ્ચે લોકોને સરપ્રાઈઝ આપવામાં ગાંધીનગર દ્વારા આ મહત્વનો ચાર્જ ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવને આપી વિવાદ ટાળ્યો છે.
રાજ્ય સરકારની ગુડ્સ બુકના આ IPS નિર્વિવાદી અને ટીમ વર્કથી કામ લેવા માટે જાણીતા છે. ચાલુ માસના અંત સુધીમાં રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય નિવૃત્ત થાય છે. હાલમાં જે જગ્યા માટે ખૂબ વિવાદ ચાલે છે તેવી CID ક્રાઈમના વડાનું સ્થાન ખાલી છે , અમદાવાદ રેન્જ પણ ખાલી છે.તેવા સમયે આ બધા સ્થાનો માટે શું નિર્ણય કરવામાં આવશે? તે તરફ આતુરતા ભરી મીટ છે.