આઇપીએસ પિયુષ પટેલની સવા વર્ષ બાદ ગુજરાત કેડરમાં વાપસી થશે
ગુજરાત કેડરની 1998ની બેંચના આઇપીએસ અધિકારી પીયુષ પટેલની ગુજરાતમાં ફરીથી વાપસી થશે. 2023માં તેઓને બોર્ડર સિકયુરીટી ફોર્સની આઇજી તરીકે કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. તેમને ગુજરાતમાં ખાલી પડેલી આઇબીના વડા તરીકે પોસ્ટીંગ અપાય તેવી શકયતાઓની ચર્ચા થઇ રહી છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા ઓર્ડરમાં અગાઉ સુરતમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આઇપીએસ અધિકારી પીયુષ પટેલને 2023ના ઓગષ્ટમાં બદલી કરી અને બોર્ડર સિકયુરીટી ફોર્સની આઇજી તરીકે નિમણુંક આપી ડેપ્યુટેશનમાં મુકાયા હતા. તેઓને ફરી ત્યાંથી રિલિઝ કરી અને ગુજરાતમાં બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. હાલ તેઓને પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી અને હોલ્ટ પર મુકાયા છે.
પિયુષ પટેલ 1998ની બેંચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી ચુકયા છે. બીએસએફમાં બદલી અગાઉ તેઓ સુરત પોલીસ કમીશનર તરીકે સેવા આપતા હતા. સવા વર્ષ બાદ ફરી તેઓની ગુજરાતમાં બદલી થઇ છે.