રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તપાસ સમિતિનો મતલબ બિલાડીને દુધનું રખોપું: કોંગ્રેસ

04:17 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

સાગરનગર આવાસ કૌભાંડ મુદ્દે આજે મ્યનિ.કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે, આવાસ યોજનના ક્વાર્ટર ભષ્ટ્રાચાર આચારી ગેરકાયેદસર રીતે પચાવી જનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ લાલ આંખ કરવી જરૂૂરી બને છે અને આ કૌભાંડ થવામાં એકલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની સંડોવણી નથી આ આવાસ કૌભાંડને સફળ બનાવવામાં લગત શાખાના મુખ્ય ટેકનીકલ ઈજનેરશ્રીની તેમજ શાખાના કર્મચારીઓએ વરવી ભૂમિકા ભજવેલ હોય તેવું આ આવાસ કૌભાંડ થયા બાદ સ્પષ્ટ થઇ ગયું છે કારણકે સ્માર્ટઘર-4 આવાસ 1- બીએચકે ફક્ત રૂૂ.50,000/-માં આપવાના હોય તેમજ લાભાર્થીએ રૂૂ.5,000/-ના હપ્તા કરીને ભરવાના હોય તેવી પ્રાથમિક માહિતી અમોને મળેલ છે. આ સ્માર્ટ ઘર-4 આવાસયોજનામાં જે સર્વે કરવામાં આવ્યો તે આવાસયોજના ટેકનીકલ શાખાના શાખાધિકારીએ માસ્ટરમાઈન્ડ કામગીરી કરી અને આ કૌભાંડ ને અંજામ આપ્યો છે.

Advertisement

વધુમાં આપને જણાવવાનું કે આ શાખાના ટેકનીકલ વડા સીટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રાની ભૂમિકા આ કૌભાંડમાં કેટલી છે તે પણ જાણવી જરૂૂરી છે. આ અંજામ આપવામાં જે-જે કર્મચારીઓ શામેલ હોય તે તમામ સામે જરૂૂરી કાનુની કાર્યવાહી કરવી અને આ કૌભાંડમાં જેની શંકાસ્પદ ભૂમિકા હોય તેને રાજકોટ મહાનગરપાલિકા શા માટે તેઓને તપાસ સમિતિના વડા બનાવી તેઓને તપાસ સોંપવામાં આવેલ છે. તેથી આ તપાસ સમિતિનો મતલબ બિલાડીને દૂધનું રખોપું કરવા આપ્યું હોય તેવું સ્પષ્ટ થાય છે આ બાબતે શા માટે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ આવાસ કૌભાંડ અંગેની તપાસ કરવાનું સોપવામાં કેમ ન આવ્યું ? આની તપાસ નોનકરપ્ટેડ પોલીસ ઓફિસર સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નીર્લીપ રાય પાસે કરાવવામાં આવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો જ આમાં સાચું બહાર આવે તેમ છે.

હાલની આ તપાસ સમિતિમાં કૌભાંડમાં શંકાસ્પદ અધિકારીઓની સંડોવાયેલા હોય ત્યારે તેઓને જ આ તપાસ કરવા, તપાસ સમિતિ સોપવામાં આવી છે જેથી ભીનું સંકેલવામાં સહેલું પડે. તેવું અમો સ્પષ્ટ માની રહ્યા છીએ, જયારે આપે આ તપાસ સમિતિ બનાવવી હોય તો રાજકોટ પોલીસ કમિશ્નર અથવા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા પાસે તપાસ સોંપવી જોઇએ તેવી અમારી માંગ છે.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement