ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બસપોર્ટમાં છ મહિનાથી જીપીએસ સિસ્ટમ બંધની ફરિયાદ થતા તપાસના આદેશ

05:25 PM May 29, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રિના સમયે જીપીએસ સિસ્ટમ શોભાનો ગાંઠિયો બની જાય છે. અને રાત્રે 9:00 થી સવારના 5:00 સુધી કોઈ કારણસર સિસ્ટમ સદંતર બંધ કરી દેવામાં આવે છે. જે કરતુતો છેલ્લા છ માસથી કરવામાં આવે છે. આ અંગ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદપોથી (પરિશિષ્ટ અ) મુજબ તારીખ 7 ફેબ્રુઆરી 2025 ના રોજ ફરિયાદ નંબર 143536 થી ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદ ડેપો મેનેજર ઘનશ્યામ હરિભાઈ ચગ દ્વારા કચરાપેટીમાં સ્વાહા કરાતા આ અંગે તારીખ 10 ફેબ્રુઆરી 2025 થી રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને એસટીના એમ.ડી ને જીપીએસ સિસ્ટમ શરૂૂ કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

Advertisement

જે અન્વયે તારીખ 17 ફેબ્રુઆરી 2025 થી એસટીની વડી કચેરી ના ઇડીપી મેનેજરે વિભાગીય નિયામક શ્રી રાજકોટને જીપીએસ સિસ્ટમ શરૂૂ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી. અને તેમ છતાં વડી કાચી કચેરીના આદેશને અવગણીને જીપીએસ સિસ્ટમ કોન્ટ્રાક્ટર અને સિનિયર ડેપો મેનેજરની બેદરકારી અને લાપરવાહીના પગલે શરૂૂ કરવામાં ન આવતા એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તાત્કાલિક-જરૂૂરી સ્મૃતિપત્ર સાથે પુન: તારીખ 12 મે 2025 ના રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, એસટીના એમડી ને અને રાજકોટના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરી જેમાં જણાવ્યું કે રાજકોટના સીસી ફૂટેજ મેળવી છેલ્લા છ માસથી રાત્રે જીપીએસ સિસ્ટમ ચાલુ નહીં કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારી પર દંડનીય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતના પગલે એસ.ટી.ની વડી કચેરી દ્વારા તાત્કાલિક/અગત્યનું તારીખ 27/05/2025 થી રાજકોટના વિભાગીય નિયામક શ્રી જે બી કરોતરા ને અને સમભાવ મીડિયા લિ. ને જીપીએસ સિસ્ટમ અંગે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરી ઉકેલ લાવવા આદેશ કરેલ છે. અને આ કાર્યવાહી ફક્ત બે દિવસમાં પૂર્ણ કરી અને જવાબ આપવા વડી કચેરીએ આદેશ કરેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot Bus Portrajkot news
Advertisement
Next Article
Advertisement