મેડિકલ કોલેજમાં જાતીય સતામણીના આક્ષેપો અંગે તપાસ શરૂ
જામનગર ની મેડિકલ કોલેજ માં એક તબીબ સામે જાતિય સતામણી ના ઉઠેલા આક્ષેપો અન્વયે જાતિય સતામણી તપાસ સમિતિ નો અહેવાલ તૈયાર કરાયા બાદ આજે રાત્રે ડીન ને સુપરત થશે. આ પછી અહેવાલને ડીન દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ અને પીએમસીસી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંગે 70 લોકો ના નિવેદનો નોંધવા ની કાર્યવાહી ચાલી રહી છે.એનેસ્થેશીયા વિભાગના ડો. દિપક રાવલ સામે એક તબીબી વિદ્યાર્થીનીએ કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે.
આથી મેડિકોલ કોલેજના ડીન દ્વારા આ મુદ્દે જાતીય સતામણી તપાસ સમિતિ ની તપાસ સોંપવા આવી હતી. તપાસ કરી બે દિવસમાં અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને આશરે 70 લોકોના નિવેદનો નોંધવાનું શરૂૂ કરવામાં આવ્યું છે. અને સમિતિ આજે રાત્રે રિપોર્ટ સોંપનાર છે.જો કે, આ બાબતે મેડિકલ કોલેજના ડીનને કોઈ મેઈલ મારફત કે લેખિત ફરિયાદ આજ દિવસ સુધી મળી નથી.
પરંતુ આજે ત્રણ બંધ કવર માં તેમના સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. આજે મોડી રાત્રિ સુધીમાં તપાસ સમિતિ પોતાનો અહેવાલ ડીનને સુપરત કરશે અને ડીન દ્વારા તેના આધારે અહેવાલ તૈયાર કરીને ઉપરી અધિકારીને મોકલાવાશે.બીજી તરફ જેમની સામે આક્ષેપ થયા છે, તે ડો. દિપક રાવલે પોતાની સામે થયેલ આરોપોને નકારી કાઢ્યા છે.