ભીસ્તીવાડ, રૂખડિયાપરા અને રેલનગરમાં તપાસ: સાત હિસ્ટ્રીશીટરના વીજ કનેકશન કપાયા
‘ઓપરેશન-100’ બાદ પોલીસ અને પીજીવીસીએલ ટીમની કામગીરી
રાજ્યમાં ગૃહ વિભાગના આદેશ બાદ એકશનમાં આવેલી પોલીસ લુખ્ખાઓ સામે કાર્યવાહી કરી રહી છે. લુખ્ખાઓ સામે કાર્યવાહી કરવા ઉપરાંત ગેરકાયદે દબાણો દૂર કરવા ઉપરાંત ગેરકાયદે વીજ જોડાણો પણ કટ કરવાની કામગીરી શરૂૂ કરાઈ છે. ત્યારે આજે શહેરના ત્રણ વિસ્તારોમાં 10 શખ્સોને ત્યાં તપાસ કરતાં 7 શખ્સોના ઘરે ગેરકાયદે વીજ કનેકશન મળી આવતા કટ કરવાની કામગીરી કરાઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પ્ર.નગર પોલીસના પીઆઇ વી.આર.વસાવા અને પીએસઆઇ બેલીમ સહિતના સ્ટાફે રૂૂખડીયાપરા ભીસ્તીવાડ અને રેલનગર વિસ્તારમાં રહેતા અકબર ઉર્ફે હકુભા અબ્દુલભાઈ ખિયાણી, એઝાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણી, ઈશુભા રીઝવાન દલ, મુસ્તાક અયુબભાઈ માલાણી, મંજુબેન ઉમેશ ભોણીયા અને અર્જુન ઉમેશ ભોણીયા, સલીમ કાસમભાઈ માણેક, યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણભાઈ કઈડા, મીરજાદ હકુભા ખીયાણી, મુસ્તાક હકુભા ખીયાણી અને ઈસ્માઈલ આમદભાઈ શેખને ત્યાં તપાસ કરતાં ગેરકાયદે વીજ કનેકશન મળી આવતા પીજીવીસીએલ સ્ટાફને સાથે રાખી સાત જેટલાં ગેરકાયદે વીજ કનેકશન કટ કરી કાર્યવાહી કરી હતી.