આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ, બોટાદનો શખ્સ ઝડપાયો
- સુરતના શખ્સનું નામ ખુલ્યું, રૂપિયા 21 કરોડની આઠ કારને કબજે લેવાઈ, આરોપીની સઘન પૂછતાછ
બોટાદ કઈઇએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે આરોપીની ધરપકડ કરી છે. નાગલપરથી તુલસી ઠોળીયા નામનો શખ્સ અન્ય રાજ્યોમાંથી મોઘી કારોની ચોરી કરી વેપાર અર્થે લાવતા હોવાનું સામે આવ્યુ છે. દિલ્લી સહિત અન્ય રાજ્યોમાંથી કાર લાવીને સસ્તા ભાવે ગુજરાતમાં વેચી દેતો હતો. કેસમાં સુરતના બ્રિજેશ વીનું મોણપરા અને નાગલપરના રમેશ હાડગડાના નામ પણ ખુલ્યા છે. કઈઇ પોલીસે 8 કાર સહિત 1.21 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દિલ્હી સહિતના રાજ્યોમાંથી ચોરીની કાર ગુજરાતમાં વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અન્ય રાજ્યોમાંથી ટોળકીઓ દ્વારા ચોરીની કારને સસ્તાભાવે ગુજરાતમાં પધરાવી દેવામાં આવતી હતી અને આ કાર સ્થાનિકો દ્વારા સસ્તાભાવે આપી દેવામાં આવતી હતી. બોટાદ કઈઇ પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં અન્ય લોકોના નામ પણ પોલીસ તપાસમાં ખુલી શકે છે. બોટાદના નાગલપર ગામે કઈઇ પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરતા નાગલપર ગામના તુલસીભાઈ કાનજીભાઈ ઠોળીયા નામના શખ્સ પાસેથી અલગ અલગ 8 ચોરાઉ કાર મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કાર લાવી સસ્તા ભાવે વેચતા હોવાનું બહાર આવ્યું છે. કઈઇ પોલીસે કારનો કબ્જો લઈને 1.21 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્ક્રેપની ગાડીઓની વિગતો મેળવી નકલી ડોક્યુમેન્ટ બનાવી વેચી દેતા
પોલીસને બાતમી મળી હતી કે ફોર વ્હીલ એટલે કે મોઘી ગાડીઓ શંકાસ્પદ લાવે છે જેથી તેને ડિટેન કરતા પુછપરછ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આઠ મોઘી ગાડીઓ કબજે લેવામાં આવી છે. ત્રણ ચોરીની ગાડીઓ અંગે જાન્યુઆરીમાં દિલ્હીમાં ગુના નોધાયેલા છે. બ્રીજેશનું નામ ખુલ્યુ છે તે સુરતનો રહેવાસી છે. અત્યારે પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા આરોપીની પુછપરછ હાથ ધરી છે. કાર સંદર્ભની એક એપ જેમાં સ્કેપ ગાડીઓની વિગતો હોય છે તેના દ્વારા સ્કેપ થયેલી ગાડીની વિગતો મેળવી લેતા હતા અને ત્યારબાદ ચોરીની ગાડીઓના નકલી ડોક્યુમેન્ટ બનાવી ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા.