For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ પી.એસ.આઈ.ની આંતરિક બદલી

11:12 AM Mar 16, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ પી એસ આઈ ની આંતરિક બદલી

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા તેમજ અન્ય જિલ્લામાંથી બદલી પામીને અહીં આવેલા પાંચ પી.એસ.આઈ.ની બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.

Advertisement

ખંભાળિયા પોલીસ મથકમાં ઈન્ચાર્જ પી.આઈ. તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ વાઈ. ઝાલાની બદલી સલાયા મરીન પોલીસ મથક ખાતે, વલસાડ જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે મૂકવામાં આવેલા બી.જે. સરવૈયાને ખંભાળિયાના પી.આઈ. તરીકે નિમણૂક આપવામાં આવી છે.

વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. એ.બી. જાડેજાની બદલી એસ.સી. એસ.ટી. સેલમાં ડીવાયએસપી કચેરી ખાતે જ્યારે એસ.સી. એસ.ટી. સેલના પી.એસ.આઈ. એમ.ડી. મકવાણાને વાડીનાર મરીન પોલીસ મથક ખાતે તેમજ સાયબર ક્રાઇમના એમ.એચ. ચૌહાણને હાલ લીવ રિઝર્વમાં મુકવાનો હૂકમ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement