એક PSI સહિત 60 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
- એક પોલીસ મથકમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતો સ્ટાફ બદલાયો
લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં બદલીનો દૌર શરૂૂ કર્યો છે જેમાં થોડા દિવસ પહેલા મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને સનદી અધિકારીઓની બદલીઓના મોટા લિસ્ટ બહાર કાઢયા બાદ પોલીસ તંત્રમાં ફેરફારો શરૂૂ કર્યા છે.ત્યારે આઇપીએસની બદલીના ઓર્ડર નિકળે તે પૂર્વે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા 60 પોલીસમેનની બદલીના ઓર્ડર કાઢયા છે.જેમાં ખાસ કરીને શહેરમાં ત્રણ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા પોલીસમેનની બદલીઓના ઓર્ડર નિકળ્યા છે.જેમાં એક ફોજદાર સહિત 60 પોલીસમેનની આંતરિક બદલી કરવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશન દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન,બ્રાંચ અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસમેનની બદલીઓ કરવામાં આવી છે.જેમાં એક પીએસઆઇ,બે એએસઆઇ,17 હેડ કોન્સ્ટેબલ,33 કોન્સ્ટેબલ અને સાત એલઆરડીનો સમાવેશ થાય છે.