પોરબંદર જિલ્લાના 42 તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરાઇ
\
પોરબંદર જીલ્લા પંચાયતના તાબા હેઠળના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાની ગ્રામ પંચાયતોમા ફરજ બજાવતા તલાટી-કમ મંત્રીઓને કર્મચારીગણના વધુ સારા વ્યવસ્થાપન અને સારા વહીવટી માટે સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના તા. 21/11/2005 ના ના ઠરાવથી સિદ્ધાંતો બહાર પાડેલા જે આદેશ અન્વયે જીલ્લામાં ત્રણથી વધુ વર્ષ એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારી ગણ ને બદલી કરવા આદેશ કરાયેલ ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત શાખાનાનં. જિ.પં/પંચા/યુ-1/તકમ-બદલી-આદેશ/ભાગ -2 ફા.નં.28-227/2025 તા.31/07/2025 પત્ર અન્વયે નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ 42 જેટલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્ર્રીઓના બદલીઓના આદેશ કર્યા છે.
જેમા પોરબંદર તાલુકા પંચાયતની 30 ગ્રામ પચાયતના, રાણાવાવ તાલુકા પંચાયતની 5 ગ્રામ પંચાયતના અને કુતિયાણા તાલુકા પંચાયતના 7 ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્ર્રીઓને આંતરિક બદલીઓ કરવામાં આવેલ છે.પોરબંદર જીલ્લા પંચાયતના તાબા હેઠળની 42 ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીઓની બદલી ઓ કરી સરકારી વહીવટીમા પાર્દર્શિકા લાવતા જીલ્લા વિકાસ અધિકારી પોરબંદર દ્વારા કરવામાં આવે છે.