For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ શહેરમાં 15 PIની આંતરિક બદલી કરતા CP

06:10 PM Feb 17, 2024 IST | Bhumika
રાજકોટ શહેરમાં 15 piની આંતરિક બદલી કરતા cp

શહેરમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ વિભાગ દ્વારા બદલીઓનો ધમધમાટ શરૂૂ કરાયો છે.ત્યારે તાજેતરમાં જ શહેર ક્રાઈમ બ્રાંચમાંથી બદલી થયેલા પીઆઈ વાય.બી. જાડેજા બાદ પીઆઈ બી.ટી.ગોહિલને પણ છુટા કરવામાં આવતા મહત્વની બ્રાંચમાં સ્થાન મેળવવા નવા સુકાનીઓ દોડતા થયા હતા.ત્યારે આજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા રાજકોટ શહેર પોલીસ મથકમાં 15 પીઆઇની આંતરિક બદલી કરી છે.ખાલી પડેલી ક્રાઇમ બ્રાન્ચની જગ્યા પર નવા પીઆઇ તરીકે હાલ પ્ર.નગર પોલીસમાં ફરજ બજાવતા પીઆઇ મેહુલ.આર.ગોંડલીયાને નિયુક્ત કર્યા છે.પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો,મુજબ શહેર પોલીસ વિભાગમાં પીઆઈ અને પીએસઆઈની બદલીઓ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે ત્યારે મહત્વની ગણાતી ક્રાઈમ બ્રાંચમાં બજાવતા પીઆઈ બી.ટી.ગોહિલ સહીતના છ જેટલા પીઆઈની બદલી થઈ હતી.ત્યારબાદ ક્રાઈમ બ્રાંચના જ ફર્સ્ટ પીઆઈ વાય.બી.જાડેજાની અમદાવાદ ખાતે એકાએક બદલી થતા તેમને તુરંત છુટા કરવામાં આવ્યા હતા.

Advertisement

ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચના બીજા પીઆઈ બી.ટી.ગોહિલને પણ પોલીસ કમિશ્નર દ્વારા છુટા કરવામાં આવતા મહત્વની ગણાતી ડીસીબી બ્રાંચનું સુકાન સંભાળવા નવા દાવેદાર પીઆઈઓ દોડતા થયા હતા.ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં પ્ર.નગરના પીઆઇ એમ.આર.ગોંડલીયાને નિયુક્ત કર્યા છે.તેમજ એસઓજીમાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ કૈલાને મુકવામાં આવ્યા છે.

તેમજ યુનિવર્સિટી પોલીસના પીઆઇ બી.પી.રજીયાને ટ્રાફિક અને તેમની જગ્યાએ રીડરમાં ફરજ બજાવતા પીઆઇ એન.વી.રાઠોડ અને ગાંધીગ્રામ પીઆઇ જે.ડી.વસાવાને ટ્રાફિકમાં અને તેમની જગ્યા પર મહિલા પીઆઇ બી.ટી.અકબરી મુકવામાં આવ્યા છે.તેમજ બી ડિવિઝનમાં પીઆઇ એસ.એમ.જાડેજા,પ્ર.નગરમાં ભાર્ગવસિંહ ઝણકાટ,તાલુકામાં એ ડીવીઝનના પીઆઇ ડી.એમ. હરિપરા,એ ડિવિઝનમાં પીઆઇ આર.જી.બારોટ,આજીડેમમાં પીઆઇ એ.બી.જાડેજા,થોરાડામાં ટ્રાફિકના પીઆઇ એન.જી.વાઘેલા, માલવીયા પોલીસમાં જે.આર. દેસાઈ,રીડર શાખામાં તાલુકાના પીઆઇ વી.આર.પટેલ કુવાડવા પીઆઇ તરીકે ટ્રાફિકમાં ફરજ બજાવતા વી. આર. રાઠોડ અને એન્ટી વ્યુમન ટ્રાફીકીંગમાંથી પીઆઇ કે.જે. કરપડાને એમઓબી શાખામાં મુકાયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement