For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તા. 1 એપ્રિલથી હાઉસટેક્સમાં વ્યાજ બંધ-હપ્તા યોજના

03:41 PM Feb 11, 2025 IST | Bhumika
તા  1 એપ્રિલથી હાઉસટેક્સમાં વ્યાજ બંધ હપ્તા યોજના

વ્યાજ બંધ કરી મૂળ ટેક્સના સળંગ હપ્તા કરી અપાશે, હપ્તા ચુક્યા તો લાભ જશે

Advertisement

મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલ્કત વેરામાંથી ઉભી કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે લક્ષ્યાંકમાં ગાબડુ પડતું હોય તેમજ આ વર્ષે લક્ષ્યાંક પણ 600 કરોડ રાખવામાં આવેલ છે. જેના લીધે વર્ષ પૂર્ણ થતાં લક્ષ્યાંકની પૂરતી થાય તેવું લાગતું નથી. આથી વર્ષોથી વેરો બાકી હોય અને તોતીંગ વ્યાજ ચડી ગયું હોય તેવા આસામીઓ પાસેથી મિલ્કતવેરો કઢાવવા માટે ફરી એક વખત વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કિમ નં. 2 અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના થકી વર્ષોથી મિલ્કતવેરો ન ભરતા હોય તેવા 25000થી વધુ આસામીઓ પાસેથી અંદાજીત 10થી 20 કરોડ જેટલી રકમ વેરા પેટે વસુલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા 1 એપ્રિલ 2025થી હાઉસ ટેક્સમાં વ્યાજમાફી સાથે હપ્તા યોજના શરૂ કરવામાં આવશે. જેમાં કોઈ પણ આસામીઓને વ્યાજ ચડત થઈ ગયેલું હોય તે વેરાબીલના જે દિવસથી હપ્તા શરૂ થાય તે દિવસથી વ્યાજ બંધ થઈ જશે અનેબાકીની રકમના હપ્તા કરી આપવામાં આવશે. જેના લીધે તે આસામીઓને બાકીના વર્ષોનું વ્યાજ ભરપાઈ કરવું પડશે નહીં ફક્ત ચડત થયેલ વ્યાજ પણ હપ્તા સાથે ચુકવવાનુ થશે. જેના લીધે મહાનગરપાલિકાને વધુ આવક થશે. વ્યાજ સાથેના એરિયર્સ હપ્તા પદ્ધતિ અગાઉ પણ અમલમાં મુકવામાં આવેલ પરંતુ તેને નબળો પ્રતિસાદ સાપડતા આ યોજના બંધ કરવામાં આવી હતી. હાલમાં પણ વ્યાજસાથે આસામીઓને વેરાબીલમાં હપ્તા કરી આપવામાં આવે છે. પરંતુ દા.ત. એક આસામીને 12 હપ્તા વેરાબીલનાકરી આપવામાં આવે ત્યારે પ્રથમ હપ્તો કપાયા બાદ બાકીની રકમનું વ્યાજ છેલ્લા 12 હપ્તા સુધી ચડત થતું રહે છે જેના લીધે આ આસમી છેલ્લો હપ્તો ભરે ત્યારે પણ વ્યાજ અને મુદલ રકમ ભરવાની થાય છે. જેમાં હવે વ્યાજમાફી મુક્તિ મળશે.

Advertisement

વન ટાઈમ ઈનસ્ટોલમેન્ટ સ્કીમ પાછલા વર્ષોના ચડત મિલકતવેરાની રકમ વ્યાજ સાથે ભરપાઈ કરવા માટે હપ્તા પધ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરમાં આ અગાઉ વર્ષ ર0ર3માં અમલી બનાવેલ વન-ટાઈમ-ઈનસ્ટોલમેન્ટ-સ્કીમને બહોળો પ્રતિસાદ મળતા, તે મુજબ નવેસરથી વન-ટાઈમ-ઈનસ્ટોલમેન્ટ-સ્કીમ અમલમાં મુકવામાં આવશે. જેના થકી મિલકતધારકોને ચડત થયેલ વેરાની રકમના વ્યાજ સાથેના એરિયર્સમાં હપ્તા પધ્ધતિની સુવિધા આપવામાં આવશે, અને બાકી રહેલા ચડત વેરાની રકમની વસુલાત સરળતાથી થઇ શકશે અને મહાનગરપાલિકાને વધુ આવક થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement