રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભુજ-ગાંધીનગર વચ્ચે ઈન્ટરસિટી બંધ, નમો ભારત ટ્રેનની મોંઘી સવારી શરૂ

05:37 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભુજ-અમદાવાદ વચ્ચે શરૂૂ થયેલી નવી સેમી હાઈસ્પીડ નમો ભારત રેપિડ ટ્રેન મોટી મુશ્કેલી લઈને આવી છે. નમો ભારત રેપિડ ટ્રેન શરૂૂ થયા બાદ શક્યતા સેવાઈ રહી હતી કે ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી ટ્રેન સેવા બંધ થઈ જશે. ત્યારે બીજી ઓક્ટોબરથી ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેન સેવા સમાપ્ત કરી દેવાઈ છે. જેના કારણે અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા હતી.

નવી ટ્રેન એક સરખા રૂૂટ અને સમયે શરૂૂ થતા જૂની ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી સેવા આજથી વિધિવત રીતે સમાપ્ત થઈ ગઈ છે. ગત 7 એપ્રિલ 2023થી ભુજ-અમદાવાદ (સાબરમતી) વચ્ચે સમર સ્પેશિયલ તરીકે ત્રણ મહિના માટે આ ટ્રેન શરૂૂ થઈ હતી. ટ્રેનની ઉપયોગિતા અને લોકપ્રિયતા વધતાં દર ત્રણ મહિને આ ટ્રેનને એક્સટેન્ડ કરાતી હતી. રેલવે યાર્ડની કામગીરીને અનુલક્ષીને થોડા મહિનાથી આ ટ્રેન સાબરમતીના બદલે ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવી હતી. છેલ્લે 30 સપ્ટેમ્બર સુધી ત્રણ મહિના માટે જ આ ટ્રેન સેવા લંબાવવામાં આવી હતી.

જોકે, આ માહિતીથી મુસાફરો અજાણ હતા, જેના કારણે તેઓ રઝળી પડ્યાં હતાં. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટ્રેન હવે ભુજ રાજકોટ વચ્ચે દોડાવાય તેવી શક્યતા છે.

નમો ભારત ટ્રેનના ટિકિટ દરની સરખામણીમાં ઈન્ટરસિટી ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડુંં લગભગ અડધું અને જનરલ કોચનું ભાડુંં માત્ર દોઢસો રૂૂપિયા હતું. હવે નવી ટ્રેનમાં 3 ગણું ભાડુંં એટલે કે 450 રૂૂપિયા ચૂકવવા પડે છે. જેથી, પ્રવાસીઓ માટે આ ટ્રેન નવી કોર્પોરેટ હાઈસ્પીડ ટ્રેનની તુલનાએ ખુબ રાહતરૂૂપ બનતી હતી.

જૂની ટ્રેનમાં જનલર કોચ મારફતે રૂૂ.150 માં ભુજથી અમદાવાદ અવાતું હતું જેનું હવે 3 ગણું ભાડું એટલે કે રૂૂ.450 ચૂકવા પડે છે. ફાયદો ખાલી એ કે ટ્રેનએસી છે. પહેલા રૂૂ.250માં સ્લીપરમાં અવાતું હતું પણ વંદે મેટ્રોમાં રૂૂ.450 ભાડું છે. તો આ સાથે તેમાં સિટિંગ વ્યવસ્થા ભંગાર હોવાની ફરિયાદ છે. એસટી બસ જેવી સિટિંગ વ્યવસ્થા હોવાથી લાંબી મુસાફરીમાં લોકો થાકી જાય છે.

Tags :
Bhuj-Gandhinagar Intercitygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement