For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પૂર્વે પોલીસનું સઘન વાહન ચેકિંગ

05:24 PM Mar 18, 2024 IST | Bhumika
ચૂંટણી પૂર્વે પોલીસનું સઘન વાહન ચેકિંગ
  • બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોનું ચેકિંગ, આર્થિક લેવડ-દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય માટે વાહનોની સઘન તપાસ

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ મતદાન ન્યાયીક અને મૂકત રીતે યોજાય તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પેરામીલીટરી ફોસ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવી રહી છે.તેમજ શહેરના વિવિધ વિસ્તારો અને માર્ગો પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી રહી છે.રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના આદેશ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની રાહબરી હેઠળ ક્રાઈમબ્રાંચ,એસ.ઓ.જી,ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ રોડ પર ઉતરી આવ્યો છે.

Advertisement

આદર્શ આચારસંહિતાના પાલન સાથે રાજકોટ જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024ની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ ટીમો બનાવી એક્શન મોડમાં કામગીરી કરી રહી છે.ખાસ કરીને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

આજે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી એડીશનલ સીપી વિધિ ચૌધરીના આદેશ થી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની આગેવાનીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ બહુમાળી ભવન,બેડી ચોકડી,માધાપર ચોકડી,ગ્રીન લેન્ડ ચોકડી અને ગોંડલ રોડ ચોકડી પર શહેર ટ્રાફિકની અલગ અલગ ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા બ્લેક ફિલ્મ, છકડા, નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.તેમજ પોલીસ હેડ ક્વાટર ખાતે હેલ્મેટ ડ્રાઈવ રાખી કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement