For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોખડદળ, વાવડી, મવડી રોડ પર વીજતંત્રનું સઘન ચેકિંગ: 26 ટીમો દ્વારા કનેક્શનો તપાસાયા

05:10 PM Mar 06, 2024 IST | Bhumika
ખોખડદળ  વાવડી  મવડી રોડ પર વીજતંત્રનું સઘન ચેકિંગ  26 ટીમો દ્વારા કનેક્શનો તપાસાયા

વીજતંત્રની 26 ટીમોએ આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખોખડદડ, વાવડી અને મવડી રોડ પર વ્યાપક વીજ ચેકીંગ હાથ ધરતા વીજચોરીનો આંકડો વધવાની શકયતા છે. બીજીબાજુ ગઇકાલે 37 ટીમોએ કરેલા ચેકીંગ દરમિયાન રૂા.13 લાખની વીજચોરીના બીલો ફટકારાયા હોવાનું તંત્રએ જણાવ્યું હતુંં.

Advertisement

વીજકંપનીના એકિઝકયુટીવ એન્જીનીયર એમ.આર. માંકડીયાએ વધુ વિગતો આપતા ગુજરાત મિરરને જણાવ્યું હતું કે આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 26 ટીમો દ્વારા ખોખડદડ, વાવડી અને મવડી રોડ એમ ત્રણેય સબડીવીઝનો હેઠળનાં વિસ્તારોમાં વ્યાપક વીજચેકીંગ હાથ ધરાયું હતું.

ફિડરવાઇઝ હાથ ધરાયેલા ચેકીંગમાં રાધીકા ફિડર હેઠળનાં ગ્રીન પાર્ક, રાજદીપ સોસાયટી, ઉદઘનગર, સ્વાતી પાર્ક ફિડ નીચેના સોમનાથ પાર્ક સ્વાતી પાર્ક જે.કે. પાર્ક, આસોપાલવ પાર્કના રહેણાંક વીજ કનેકશનો તપાસાયા હતા.જયારે વિકાસ ફિડર હેઠળનાં નુરાની પાર્ક, શિવ હોટેલ નજીક, નાગબાઇપરા, દિનદયાલ કવાર્ટર વિ. વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાતા વીજચોરોમાં હડીયાપટ્ટી થઇ પડી હતી. મોનિટરીંગ ઓફિસર માંકડીયાના જણાવ્યાનુસાર અનેક જગ્યાએ શંકાસ્પદ વીજ કનેકશનો જોવા મળ્યા છે. અમુક જગ્યાએ ડાયરેકટ થાંભલેથી વીજ જોડાણ ખેંચી લીધાનું જોવા મળ્યું હતું. આવા અનેક શંકાસ્પદ વીજકનેકશન ધારકો સામે દંડાત્મક કાર્યવાહી માટે વીજચોરીનો આંકડો મેળવાઇ રહ્યો છે. ગઇકાલની રૂપીયા 12.95 લાખની ચોરી બાદ હજુ વીજચોરીનો આંકડો વધવાની પ્રબળ શકયતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement