રાજકોટ સેશન્સ અને ફેમિલી કોર્ટમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ
અગાઉ મળેલી ધમકીના પગલે ચેકિંગ કામગીરી હાથ ધરાઈ’તી
હાઇકોર્ટ સહિત જુદી જુદી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની વારંવાર મળતી ધમકીના પગલે આજે રાજકોટ સેશન્સ અને ફેમિલી કોર્ટમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જોકે કોઈ ઘાતક પદાર્થ કે બોમ્બ જેવી વસ્તુ મળી નહીં આવતા ચેકિંગ ટીમે રાહત અનુભવી હતી.
મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ હાઇકોર્ટ સહિત રાજ્યની અલગ અલગ કોર્ટ અબે સરકારી કચેરીઓને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ રાજકોટમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની ટીમો દ્વારા જિલ્લા તાલુકા મથકોની કોર્ટમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂૂપે આજે રાજકોટ સેશન્સ કોર્ટ અને ફેમિલી કોર્ટમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કાંઈ વાંધાજનક વસ્તુ નહીં મળી આવતા કચેરીઓની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી હતી. બોમ્બ સ્કોડના એએસઆઇ અનોપસિંહ વાઘેલા, રામદેવસિંહ રાણા, ભરતભાઈ ચૌહાણ અને ધવલભાઈ બરાડિયા સહિતની ટીમે ચર્કિંગ કામગીરી હાથ ધરી હતી.