For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર-દીવ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ, 3110 પીધેલા ઝડપાયા

12:10 PM Jan 01, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્ર દીવ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ  3110 પીધેલા ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2024 ની વિદાય અને નવા વર્ષ ને આવકારવા ભય ઉજવણી માં ડુબેલા યુવાનો નશા નાં જોરે કુદકા મારી કાયદો વ્યવસ્થા નાં છેદ ઉડાવતા અટકાવવા જીલ્લા ભર ની પોલીસ ને એકસન મુંડ માં રહેવા જીલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજા એ તૈનાત કરી દેવાતા સમગ્ર જિલ્લાના માર્ગો ઉપર ડ્રીંક એન્ડ ડ્રાઈવ નું લાઈવ ડેમો આમ પ્રજા ને જોવાં મળી રહ્યું છે.

Advertisement

ઊના નજીક નાં દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ વિસ્તારમાં દેશ વિદેશ નાં સહેલાણીઓ મોટી સંખ્યામાં નવા વર્ષ ની ઊજવણી કરવાં ઉમટી પડયા છે તેમજ ગીર જંગલ નાં બોર્ડર નજીક આવેલા રીસોર્ટ્સ અને હોટેલો માં દારૂૂ ની મહેફીલ માણતા નબીરાઓ ને અટકાવવા તેમજ દારૂૂ નાં નશામાં વાહનો ચલાવી માનવ જીંદગી જોખમમાં મૂકી રહેલાં આવારા તત્વો અને દારૂૂ ની હેરાફેરી કરતા બુટલેગરોને શાંત ઠેકાણે લાવવા પોલીસ ખરૂૂં રૂૂપ ધારણ કરીને મેદાને આવતાં થર્ટી ફર્સ્ટ ને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

ઊના નાં દીવ દેલવાડા રોડ ઉપર આવેલ પોલીસે ઊભી કરેલી બે અંલગ ચેકપોસ્ટ અને એહમદપુર માંડવી ચેકપોસ્ટ તેમજ તડ, સનખડા,ઊના ત્રિકોણબાગ,વડલા પોલીસ ચોકી, ટાવર ચોક ચોંકી પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી ઉના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણા તેમજ નવાં આવેલાં પીઆઈ પરમાર બે પીએસઆઇ અને નવાબંદર પી એસ આઇ ઝાલા સહિત મોટો પોલીસ કર્મી સામે વાહનો નું કડક ચેકીંગ હાથ ધરીને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી આવતાં વાહનો અટકાવી ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી તેમજ નશો કરીને આવતાં લોકો નું બેથ એનેલાઈઝેર મશીન દ્વારા ચેકીગ કરવામાં આવી રહ્યું છે તેમજ વાહનો ની નોંધ એન્ટ્રી કરવાં માં આવી રહીં છે થર્ટી ફર્સ્ટ નાં મોડીરાત્રે પ્રવાસન સ્થળ પરથી પસાર થતાં દારૂૂ ની હેરાફેરી કરતા અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂૂ થતાં સતક બની ગયાં છે પોલીસ નાં એકસન મુંડ 31 ડીસેમ્બર નાં સંધ્યા સમયે પિયાસી માટે દુ:ખદ જનક સ્થિતિ સર્જાઈ રહીં છે.

Advertisement

થર્ટી ફર્સ્ટનાં આગમન પહેલાં દારૂ, જુગાર અને અન્ય ગુના ખોરી અટકાવવાનું મહાઅભિયાન સફળ રહ્યું છે: જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ
વર્ષ 2024ની વિદાય અને વર્ષ 2025નાં આગમનની તૈયારી ઊજવણી કરતાં લોકો સાથે પણ કરી રાખી હતી કાયદો વ્યવસ્થા જાળવવા હેતુસર જિલ્લાભરની 600 પોલીસને રોડ દરીયા કિનારે તેમજ વન્ય વિસ્તારમાં આવેલાં ફાર્મ હાઉસ રીસોર્ટ્સ પર વોચ રાખી હતી. આ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરીને 10440 જેટલાં જિલ્લાભરમાં કેસો કરાયાં હતાં જેમાં 450 પ્રોહિબિશન 3110 દારૂ પીવાના 2400 દેશી દારૂૂ પકડવાના 900 કેસ ઈંગ્લીશ દારૂનાં કેસો નોંધાયા હતા. આ કામગીરી એસ.ઓ.જી , એલસીબી,લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ દરેક પોલીસ સ્ટેશનનાં અધિકારી કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કરી હતી જેનાં કારણે ગુન્હાખોરી કરતાં તત્વો અંકુશમાં રહે અને સમગ્ર જિલ્લામાં શાંતિનાં વાતાવરણમાં દેશ વિદેશ અને આજુબાજુના તાલુકાનાં લોકો નિર્ભય રીતે નવા વર્ષની ઊજવણી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement