ગોંડલમાં ફરી હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલ
ગોંડલમાં હડકાયા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે હડકાયા કૂતરાએ 10 લોકોને બચકા ભર્યા હતા. લોકોના ઘરમાં ઘૂસીને હડકાયા શ્વાને નાના બાળકો, મહિલા, વૃધ્ધોને બચકા ભર્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ગોંડલ માં છેલ્લા બે મહીનાથી હડકાયા શ્વાન આંતક મચાવી રહ્યા છે.
કાશી વિશ્વનાથ રોડ પર ખાનગી હોસ્પિટલ પાસે 10થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા ઉપરાંત વિવિધ વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા, વૃધ્ધો સહિતના લોકોને હડકાયા શ્વાને બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. નિવૃત નાયબ મામલતદાર હારૂૂનભાઇ ઈસ્માઈલભાઈ ચાવડા ઉં.65, ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ ઉ.59, તકદીર યુનુશભાઇ ઉ.12, તીર્થા રાહુલભાઈ શાહ ઉ.9, જ્યોતિબેન મુકેશભાઈ ઉ.51, નેહાબેન ફાલ્ગુનભાઈ ગોંડલીયા ઉ 35 તેમજ વિનાભાઈ બંધિયા ભાઈ કટારા ઉ.31 નો સહીત હડકાયા શ્ર્વાન નો ભોગ બન્યા છે. લોકોના ઘરમાં ઘૂસીને બચકા ભરી આંતક મચાવ્યો હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા હતા.
શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં દિવસેને દિવસે વધતા જતા હડકાયા શ્વાન કરડવાના બનાવોને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતા તંત્રના આંખ આડે કાન હોય તેમ મુકપ્રેક્ષક થઇને જોઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. હડકાયા શ્વાનને લઇ સ્થાનિકોમાં ફફડાટ છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમે હડકાયા શ્વાનને લઇ અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તંત્ર આળસ મળરડીને કાર્ય કરતુ નથી.વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
સરકારી દવાખાના માં હડકાયા શ્ર્વાનની રસી ખલાસ હોય લોકો પરેશાન બન્યા હતા. ત્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમ દ્વારા શ્વાન ની રસીને લઈ અનેકો રજૂઆત કરવામાં આવી હતી જેના પરિણામે રસી સરકારી દવાખાને ઉપલબ્ધ થઈ હોય લોકોને સારવારમાં સુવિધા પ્રાપ્ત થઈ હતી.