For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઐતિહાસિક ધરોહર સમી શાક માર્કેટના સમારકામમાં સહકાર આપવા ‘ઈન્ટેક’ તૈયાર

04:45 PM Jul 25, 2024 IST | admin
ઐતિહાસિક ધરોહર સમી શાક માર્કેટના સમારકામમાં સહકાર આપવા ‘ઈન્ટેક’ તૈયાર

જરૂર પડ્યે મુંબઈથી નિષ્ણાતો બોલાવી દેવાશે

Advertisement

રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ સ્થિત લગભગ 100 વર્ષથી નિયમિત વપરાતી લાખાજીરાજ શાક માર્કેટનું બાંધકામ નબળું જણાતા ત્યાંના શાકભાજી વેચતા વેપારીઓ મનપા દ્વારા ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવેલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે બાંધકામ વર્ષો જુનું હોવાથી ઘણી જગ્યાએ નબળું પડ્યું છે. પરંતુ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ શાક માર્કેટ રાજકોટ ની ઐતિહાસિક ધરોહર છે. આનું સ્ટ્રક્ચર જોવા અને ફોટા પાડવા દેશ વિદેશથી પણ લોકો આવે છે. રાજકોટના જુના લોકો માટે આ એક મહામુલા સંભારણા સમાન છે.

ઐતિહાસિક આર્કિટેક્ચર તથા કલ્ચરની જાળવણી માટે કાર્યરત સંસ્થા ઇન્ટેકના રાજકોટ ચેપ્ટરના ક્ધવીનર આર્કિટેકટ રિદ્ધિ શાહ જણાવે છે કે, રાજકોટના ઐતિહાસિક આધુનિકીકરણ અને અમૂલ્ય વારસાનું પૂર્ણ વિગતવાર મૂલ્યાંકન અને યોગ્ય સમારકામ થાય તો જોખમ ઘટશે અને આ મહત્વપૂર્ણ માળખાને પુનજીર્વિત કરી શકાશે. અમારી સંસ્થા ના ક્વોલિફાઈડ આર્કિટેક્ટ્સ, સ્ટ્રક્ચરલ એન્જીનિયરની સલાહ લઇ ને આ ઐતિહાસિક ઇમારત ના સમારકામ અર્થે મ્યુનિસિપલ કોર્પોરેશનને મદદ કરવા અમે તૈયાર છીએ. અડધી માર્કેટ જે વર્ષોથી બંધ છે તેનો પણ આજના અનુરૂૂપ ઉપયોગ લઈ શકાય.

Advertisement

ઇન્ટેક દ્વારા આવા છેલ્લા 40 વર્ષ થી ભારતભર માં અનેક કામ કરેલ છે. જરૂૂરત પડે તો સંસ્થા દ્વારા દિલ્હી, મુંબઈ થી પણ એક્સપર્ટસ ને બોલાવી શકાય છે.

રાજકોટના અગ્રણી નાગરિક, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તથા ઇન્ટેક રાજકોટના એકઝીકયુટીવ કમિટી મેમ્બર ડી.વી.મહેતા જણાવે છે કે આપણો વારસો આપણું ગૌરવ છે અને આપણી જવાબદારી પણ છે. સરકાર અને રાજકોટના દરેક નાગરિકો ને ઇન્ટેક દ્વારા એક નમ્ર વિનંતી અને અપીલ કરવામાં આ છે આપણો ઐતિહાસિક વારસો આપણી આવનારી પેઢી માટે જાળવીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement