For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાંત્રિક રાઈડમાં વીજજોડાણ માટે વીમો અને ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત

05:09 PM Jul 12, 2024 IST | Bhumika
યાંત્રિક રાઈડમાં વીજજોડાણ માટે વીમો અને ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત
Advertisement

લોકોની સલામતી માટે સ્ટોલધારકોને ફાયર એક્સટિંગ્વિસર રાખવુ પડશે

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 24થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં ધંધાર્થે સ્ટોલ લેવા માગતા અરજદારોએ ભરવાના ફોર્મ બાબતે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા નાયબ કલેક્ટર રાજકોટ-1 દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

Advertisement

જેમાં જણાવાયું છે કે, લોકમેળાના દરેક સ્ટોલ ધારકે ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને તેનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવવાનું રહેશે. લોકમેળાના દરેક નાના સ્ટોલ/પ્લોટ ધારકે એક ફાયર એક્સિ્ંટગ્યુશર અને મોટા રાઇડ્સ, સ્ટોલ/ પ્લોટ ધારકે બે ફાયર એક્સિ્ંટગ્યુશર લગાવવાના રહેશે.

લોકમેળાના યાંત્રિક રાઈડસધારકોએ કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે વીમો લેવાનો રહેશે. યાંત્રિક રાઈડ્સધારકોએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાના રહેશે. યાંત્રિક રાઇડસ ધારકોને ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ વીજજોડાણ આપવામાં આવશે. તમામ રાઇડસ ધારકોએ ઈ.એલ.સી.બી. લગાવવાના રહેશે.

લોકમેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વપ ક્ષશરાશ પર પ્રતિબંધ હોવાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક વાપરી શકાશે નહીં. દરેક સ્ટોલધારકોએ ફાળવેલી જગ્યા પાસે એક ડસ્ટબીન ફરજીયાત પણે મુકવાની રહેશે. લોકમેળા દરમિયાન પણ આ ડસ્ટબિનમાંથી કચરો એકઠો કરી મોટી કચરાપેટીમાં લઈને નિકાલ માટે વ્યવસ્થા કરવાની રહેશે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટ ધારકોએ સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ, જીએસટી ભરવાનો રહેશે. ઉપરાંત કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે સરકારશ્રીના પ્રવર્તમાન એસ.ઓ.પી. નિયમો તથા સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement