રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસના અમુક નેતાઓને લોકસભાની તૈયારી કરવા સૂચના

12:35 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપે 195 બેઠકોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગે્રસમાં હજુ ટિકિટ માટે મનોમંથન ચાલી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપ ભણી દોડ લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ગુજરાતના કેટલાક નેતાઓને લોકસભાની તૈયારીમાં લાગી જવા મૌખિક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી મુજબ વાવના કોંગે્રસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા, ભરત મકવાણાને અમદાવાદ પશ્ર્વિમમાં અને અનંત પટેલને વલસાડ લોકસભા માટે તૈયારી કરવા કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સુચના આપવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં લલિત વસોયા, લલિત કગથરા તથા હિતેષ વોરાના નામો ચર્ચામાં છે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસમાંથી વિરજી ઠુંમર, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત ઉપરાંત જેનીબેન ઠુંમરના નામ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં રૂત્યિક મકવાણા, નૌસાદ સોલંકી, પોરબંદરમાં પણ લલિત વસોયાના નામની ચર્ચા છે. જુનાગઢમાં હીરાભાઇ જેટવાનું નામ લગભગ ફાઇનલ મનાય છે.
આ ઉપરાંત જામનગરમાં જે.પી. મારવાણીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરીયા તથા પાલ આંબલીયાના નામો છે.

લોકસભા 2024ની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપે 195 બેઠક પર ઉમેદવારો જાહેર કરતા જ ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીનું ઉમેદવારો માટે હજુપણ મંથન ચાલુ છે. ગુજરાત કોંગ્રેસ હજી પણ ઉમેદવારોના નામની પસંદગીમાં અટવાઈ છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નામ લગભગ ફાઈનલ હોવાનું કહેવાય છે. કેટલીક લોકસભા બેઠકો પર કોંગ્રેસના સંભવિતોને લઇ ચર્ચા ચાલુ છે. ત્યારે કોંગ્રેસની સંભવિત યાદી પર એક નજર કરીએ.

ઉત્તર ગુજરાતની ચારેય બેઠક પર કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરશે. જેમાં બનાસકાંઠામાં ઠાકોર, પાટણમાં ઠાકોર, મહેસાણા ઠાકોર સમાજને પ્રાધાન્ય મળી શકે છે. રાજ્યની રાજકીય લેબોરેટરી મહેસાણામાં ઠાકોર ઉમેદવાર હોઈ શકે છે. મહેસાણામાં પટેલ ઉમેદવારની શક્યતા વધારે છે. જોકે, મહેસાણામાં બળદેવજી ઠાકરનું નામ પણ ચર્ચામાં છે. પરંતું જો મહેસાણામાં પાટીદાર ઉમેદવારની પસંદગી કરાય તો બળદેવજી ઠાકરને બનાસકાંઠા અથવા સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકાય છે. સાબરકાઠામાં ક્ષત્રિય ઉમેદવારની પસંદગી થઇ શકે છે. પાટણમાં ઠાકોર વર્સિસ ઠાકોર જોવા મળી શકે છે જો ઠાકોરને ટિકિટ ન મળે તો રઘુ દેસાઈના નામ પર વિચારણા ચાલી રહી છે. પાટણ લોકસભા બેઠક માટે સિધ્ધપુરના પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રધુ દેસાઇને ટીકીટ મળવાની શક્યતા છે.

સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્ર સિંહ કુંપાવત અને કમલેશ પટેલ, અમરેલી બેઠક પર ઠુમ્મર પરિવાર, પરેશ ધાનાણી અથવા તો પ્રતાપ દૂધાત, આણંદ લોકસભા બેઠક પર પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી, દાહોદ ચંદ્રિકાબેન બારીયા અથવા તો હર્ષદ નિનામા તેમજ બારડોલી લોકસભા માટે પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને પૂર્વ મંત્રી રહેલ ડો તુષાર ચૌધરીના નામની ચર્ચા છે.

ભાજપમાં જઇ રહેલા લોકો સ્વાર્થી, પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ: ગેનીબેન

ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ બાજુ હાલ પલ્લું ભારે છે એટલે સ્વાર્થી લોકોએ બાજુ જઈ રહ્યા છે. આ બાજુ પલ્લુ ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે. જે લોકોને ધંધા રોજગારોની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસોની બીકો હોય એ લોકો ત્યાં જતા હશે. હું અનેક વખત કહી ચુકી છું કે હું જીવું ત્યાં સુધી ભાજપમાં જવાની નથી અને ભાજપ પાર્ટી સામે ઓશીકું રાખીને પણ સુવાની નથી. હું અત્યારે ધારાસભ્ય છું જો પાર્ટી મને આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ.

Tags :
Congressgujaratgujarat newsLok Sabha election
Advertisement
Next Article
Advertisement