ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુનિવર્સિટી-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત કરવા સૂચના

01:44 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement

રાજ્ય પોલીસવડાએ તમામ સરકારી-ખાનગી યુનિવર્સિટીઓને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓ-કર્મચારીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરવા અપીલ

Advertisement

ગુજરાતમાં હેલ્મેટના અમલ અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ રાજયના પોલીસ તંત્રએ અગાઉ સરકારી કચેરીઓાં હેલમેટ ફરજીયાત બનાવ્યા બાદ હવે રાજયની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે હેલમેટ ફરજીયાત કરવામાં આવી છે અને આ માટે ગઇકાલે મંગળવારે મોડી સાંજે રાજયના પોલીસવડાએ સતાવાર પરિપત્ર પણ બહાર પાડ્યો છે.

પોલીસવડાએ રાજયની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ પોતાના અધિકારીઓ-કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને હેલમેટ પહેરવા પ્રોત્સાહીત કરે તેવી અપીલ કરી છે.

પરિપત્રમાં તેમણે જણાવ્યું છે કે, પથરાજયમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજોમાં અંદાજીત 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે દ્વિ-ચકી વાહનોનો ઉપયોગ કરે છે. રાજયમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ 7,854 લોકો મૃત્યુ થયા હતા. જેમાં 2,767 (35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનાર માંથી 2,082 (26.50%) વ્યકિત 26 વર્ષની નીચેની વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોય છે.

વધુમાં આ પત્રમાં જણાવ્યું છે કે, પથમાર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.

હાઇકોર્ટ દ્વારા હેલ્મેટની અમલવારી કરવા આદેશ
ડીજીપીએ લખ્યું છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે સુ-મોટો રીટ પીટીશન દાખલ કરેલ છે. જે અંતર્ગત હાઇકોર્ટ દ્વારા દ્રી-ચક્રી વાહન ચલાવનાર તેમજ તેની પાછળ બેસનાર વ્યકિતએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજયની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિ-ચકી વાહનનો ઉપયોગ કરતા અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂૂરી સૂચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજયની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે માટે આપના સહકારની વિનંતી છે.

Tags :
gujaratgujarat newshelmetsuniversities and colleges
Advertisement
Next Article
Advertisement