For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શરદી-ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના

06:04 PM Jan 09, 2025 IST | Bhumika
શરદી ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના

ચિની વાઇરસે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. અમદાવાદ બાદ હિંમતનગરમાં પણ 8 વર્ષના બાળકનો એચએમપીવી પોઝીટીવ આવ્યો છે ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓમાં શરદી, ઉધરસ સહીતના લક્ષણોવાળા બાળકોને માસ્ક પહેરવા અને શાળાએ નહી બોલાવવા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મૌખીક સુચના આપી છે.

Advertisement

આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાની સરકારી શાળાઓમાં સુચના આપી છે અને આવા લક્ષણ ધરાવતા બાળકોને શાળાએ બોલાવવાનો આગ્રહ નહી રાખવા માટે જણાવ્યું છે તેમજ શાળાના બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા કોઇ ચોકકસ ગાઇડલાઇન જાહેર કરાઇ નથી પરંતુ માર્ગદર્શન જાહેર કરવા માટે કમિશનરમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેવી ગાઇડલાઇન મળશે તેની સાથેનો પરીપત્ર તૈયાર કરી તમામ શાળાઓને સુચના આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, એચએમપીવી વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ છે, જેમાં બેંગલુરુ અને ગુજરાતના અમદાવાદમાં કેસ નોંધાયા હતા. બાળકોને આ વાઈરસની વધુ અસર થઈ રહી છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને પણ આ ચેપ લાગી શકે છે. જોકે શિક્ષણ વિભાગે બાળકો માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલીક સ્કૂલોએ તકેદારીના ભાગરૂૂપે સ્કૂલ માટે જાતે જ ગાઈડલાઇન બનાવી છે, જેનું શાળાઓ દ્વારા પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે ઇંખઙટ વાઇરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો હોવાથી વાલીઓમાં પણ ડર ફેલાયો છે. આ વાઈરસની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે.

Advertisement

આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.છેલ્લા કેટલાક સમયથી કાતિલ ઠંડીનો માહોલ છવાયો છે. આ વાઇરસ પણ ઠંડીમાં અને બાળકોને વધુ અસર કરતો હોવાથી સાવચેતીના ભાગરૂૂપે શહેર અને જિલ્લાની તમામ શાળાઓ દ્વારા વાલીઓને બાળકોને માસ્ક પહેરવા અને અન્ય સાવચેતી રાખવાની બાબતોની સૂચના આપી છે.

ખાનગી શાળા સંચાલક મંડળ સાબદું બન્યું
રાજકોટમાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું કે, તમામ ખાનગી શાળાના ટ્રસ્ટી-પ્રિન્સિપાલને આ વાઈરસ અંગે વાલીઓને સૂચના આપવા જણાવ્યું છે. વાલીઓને સંદેશ અપાયો છે કે, એચએમપીવી વાઇરસને પગલે વાલીઓએ પેનિક નહિ પ્રિકોશન રાખવા જણાવ્યું છે. બાળકોને માસ્ક પહેરાવવા અને વધુ શરદી-ઉધરસ કે ઇન્ફેક્શન હોય તો સ્કૂલએ ન મોકલવા પણ અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement