રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આરટીઇ અંતર્ગત ગુરુવાર સુધીમાં શાળાની માહિતી આપવા સૂચના

05:03 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

શૈક્ષણિક વર્ષ 2024-25માં RTEઅંતર્ગત ધોરણ-1માં પ્રવેશ કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. જેથી આ કાર્યવાહી શરૂૂ કરતા પહેલા ઓનલાઈન પોર્ટલ પર માહિતી અપલોડ કરવા માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવી છે.ચાલુ વર્ષે છઝઊની પ્રવેશ કાર્યવાહી ઈન્ડેક્ષ બી દ્વારા કરવામાં આવનાર છે. જે અન્વયે RTEપ્રવેશનું વેબપોર્ટલ ઈન્ડેક્ષ બી દ્વારા લાઈવ કરી આપવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનાં લોગીનમાં ખાનગી પ્રાથમિક શાળાઓની અગાઉનાં વર્ષની માહિતી મૂકવામાં આવેલી છે.

Advertisement

આ માહિતીને ઉપયોગમાં લઈ 29 ફેબ્રુઆરી સુધીમાં માહિતી અપલોડ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. કામગીરી પૂર્ણ થયા બાદ ડિસ્ટ્રિક્ટ સર્ટિફિકેટ જનરેટ કરી સહી-સિક્કા કરી મોકલવા માટે પણ તાકીદ કરાઈ છે.
જિલ્લાના ઉઊઘ અને ઉઙઊઘના લોગીન અંગે સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં ચાલુ વર્ષે ઓનલાઈન કાર્યવાહી માટે યુઝર નેમ અને પાસવર્ડ જૂના જ રહેશે. વેબપોર્ટલ પર લોગીન થઈને શાળાઓની યાદી ચકાસી લેવાની રહેશે.
શૈક્ષણિક વર્ષ 2024-25થી એટલે કે ચાલુ વર્ષે નવી મંજૂર થયેલી શાળાને તમામ વિગતો ભરીને ઉમેરી શકાશે. આવી શાળાઓમાં મંજૂર વર્ગદીઠ 40 નોન-RTEવિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈ RTEહેઠળ 25 ટકા મુજબ 10 જગ્યા નિયત કરવાની રહેશે.

પરંતુ, અગાઉના વર્ષે મંજૂર થયેલી શાળામાં તે શાળાની અગાઉનાં વર્ષની ધોરણ-1ની વાસ્તવિક વિદ્યાર્થી સંખ્યાને જ ધ્યાને લઈ 25 ટકા મુજબ RTEહેઠળની જગ્યાઓ નિયત કરવાની રહેશે.ઉપરાંત લિસ્ટમાં અગાઉના વર્ષોના વેરિફાયરની વિગતો પહેલાથી જ હશે.જેથી ઉઊઘ-ઉઙઊઘ તેમાં સુધારો કરી શકશે અને કોઈ વેરિફાયરને દૂર કરવા હોય તો દૂર પણ કરી શકશે.વેરિફાયરને શાળા ફાળવણી કરવી હોય તો તેની સામે શાળાની ફાળવણી પણ ઓનલાઈન જ કરી શકાશે.વેરિફાયર દ્વારા શાળા મુલાકાત અને મેળવેલા ડેટાની એન્ટ્રી પણ ઓનલાઈન થઈ શકશે. પોર્ટલ પર ડિએક્ટીવેટેડ સ્કૂલ લિસ્ટમાં બંધ થયેલી શાળાઓ અને લઘુમતી શાળાઓ દેખાડશે.

આવી શાળાઓને પોર્ટલ પરથી દૂર કરવામાં આવેલી છે, જેથી આવી શાળામાં RTEપ્રવેશ ફાળવવામાં નહીં આવે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લે જિલ્લાનું પ્રમાણપત્ર જનરેટ કરવાનું રહેશે. અધિકારીઓએ પોર્ટલ પર રિસિવિંગ સેન્ટરની યાદી પણ ચકાસી લેવાની રહેશે.વેરિફાયરે શાળાના વેરિફિકેશન માટેના ફોર્મની પ્રિન્ટ લઈને શાળાની મુલાકાત લેવાની રહેશે. જેમાં શાળાનું લોકેશન ખોટું જણાય તો તાત્કાલીક ત્યાંથી જ લોકેશન સેટ કરવાનું રહેશે.ઉપરાંત શાળાનું નામ, સરનામું તથા મિડિયમ સહિતની માહિતીની ચકાસણી કરી અપડેટ કરવાની રહેશે. ઉપરાંત ફી કમિટી દ્વારા સ્કૂલની જે ફી નક્કી કરવામાં આવેલી હોય તે પણ પોર્ટલ પર દર્શાવવાની રહેશે. લઘુમતી શાળા હોવાનો દાવો કરતી હોય પરંતુ તેમની પાસે સર્ટિફિકેટ ન હોય અને અરજી કરી હોય તેવી સ્કૂલોનો સમાવેશ છઝઊના પોર્ટલ પર કરવાનો રહેશે.

Tags :
educatiomeducationgujaratgujarat newsRTE
Advertisement
Next Article
Advertisement