તહેવારોમાં 1 લિટર સિંગતેલ આપવા સૂચના
પૂરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
રાજકોટ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂૂરી માર્ગદર્શન પુરૂૂ પાડ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબહેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ પવન નેશન વન રેશન કાર્ડથ થકી થતા અનાજ વિતરણની વિગતો, વાજભી ભાવની દુકાનના સ્થળ ફેરફારની અરજીઓ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત, રાજ્યસરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રેશનકાર્ડ ધારકોને અપાનારા વધારાની ખાંડ તથા રાહતદરે 1 લીટર સીંગતેલના પાઉચનું સમયસર વિતરણ કરવા સૂચના આપી હતી.