ખેતીમાં નુકસાનીના સરવે સમયે સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખવા સૂચના
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની લેખીત તાકીદ
રાજકોટ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં અનેક જગ્યાઓએ રોડ રસ્તા હોય કે પછી ખેતીની જમીન મોટા પ્રમાણમાં ધોવાણ થવા પામ્યું છે જેને લઇ તાત્કાલિક સર્વે કરવાની ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી દ્વારા ખેતીવાડી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે સર્વે દરમિયાન ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યોને અગાઉ જાણ કરી અને સાથે સર્વે કરવાની રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી દ્વારા રાજકોટ જિલ્લામાં અલગ અલગ 15 જેટલી ટીમો બનાવવામાં આવી છે.અને સર્વેની કામગીરી યોજના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે. આ સર્વે આગામી દસ દિવસમાં પૂર્ણ થાય તે રીતે અધિકારીઓની ટીમો ઉતારી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજી બાજુ અગાઉ ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે પણ હજી બાકી છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ ના કારણે 87 કેટલા પશુઓના મૃત્યુ નિપજયા છે. તેમજ બાર જેટલી સરકારે મિલકત, 10 જેટલા કોઝવે,377 કાચા મકાને નુકસાની, 35 પાકા મકાન,1024 સ્થળાંતર સહીતનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા અલગ-અલગ 15 થ વધુ ટીમ ફિલ્ડ ઉતારી દેવામાં આવી છે અને તાત્કાલિક સર્વે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.