બગસરામાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાને બદલે રેંકડીવાળાને હટાવતું તંત્ર!
બગસરા એટલે નાનું એવું ખોબા જેવું એવું ગામ આ છેડેથી નીકળો ત્યાં શામાં છેડે પૂગો ત્યાં થોડીક વારમાં જ પૂર્ણ થતું નાનું એવું ગામ જેમાં કોઈ પણ જાતના ઉદ્યોગ નથી નથી કોઈ ગૃહ ઉદ્યોગ ત્યારે 2015 થી પછડાટ થયેલ બગસરા માં અનેક આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલું બગસરા માં નાના નાના વેપારી રેકડી ધારકો પોતાનું પેટીયુ રડતા હોય ત્યારે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ખોટી રીતે નાના નાના ગરીબ રેકડી વાળાઓને 200 ની પાવતી આપી ખોટી રીતે નગરપાલિકાના સત્તાધીશો ચીફ ઓફિસર હેરાન કરતા હોય ત્યારે બગસરામાં અનેક રાજકારણીઓની બિલ્ડીંગો ગેરકાયદેસર હોય જેને પૂછવા પણ જોવાતું નથી ત્યારે અમુક તો બાંધકામો કોમ્પ્લેક્સના કોમ્પ્લેક્સ બની ગયેલ છે જેમાં સાત સાત આઠ વર્ષથી બાંધકામની મંજૂરી લીધેલ નથી અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી નાખેલ છે ત્યારે આવા રાજકારણીઓ પાસે સત્તાધીશોને અને ચીફ ઓફિસરને બીક લાગતી હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે બગસરામાં સાર્વજનિક પ્લોટ માં બાંધકામ કર્યું હોય તેવી અનેક જગ્યાઓ જોવા મળશે ચીફ ઓફિસરને આવા નાના નાના પોતાના ધંધા રોજગાર અને ટકે ટકનું ખાતા હોય તેવા રેકડી ધારકોને ખોટી રીતે હેરાન કરવા માં આનંદ આવતો હશે કારણ કે તેઓ મોટા મોટા રાજકારણીઓ સત્તાધીશો મોટી વગ ધરાવતા લોકો પાસે જઈ શકે તેમ નથી એટલા માટે આવા નાના નાના લોકો ઉપર રોપ જમાવી હેરાન કરવાનું શરૂૂ કર્યું છે ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો આ લોકોનો આનંદથી તમાશો જુએ છે નગરપાલિકાની ચૂંટણી નજીક હોય ત્યારે ઘરે ઘરે રીક્ષા મોકલીને ભાઈસાબ બાપા કરી મત મેળવનાર આ લોકો નાના માણસોને હેરાન કરવાનું ક્યારે બંધ કરશે? તેઓ સવાલ રેકડી ધારકના પરિવારો દ્વારા સવાલ ઉઠ્યા છે. બગસરામાં વર્ષોથી ધંધો કરતા નાના નાના વેપારીઓને પોતાના રોજી રોટી આ શાકભાજી વેચીને કમાવાની હોય છે હાલ બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ લારીઓ વાળા પાસે આવ્યા હતા અને લારીમાંથી શાકભાજી ઉઠાવીને કચરાના ટ્રેક્ટર માં ઘા કરવા લાગ્યા હતા તેમને ખબર છે કે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી નો શું ભાવ છે તેને તો માત્ર પેલી તારીખ આવે એટલે પોતાના ખાતામાં પગાર પડી જતો હોય છે તેને શું ખબર હોય છે કે આ શાકભાજીની શું કિંમત છે આખી શાકભાજી ની લારી માં ભરેલ શાકભાજી વેચે ત્યારબાદ નફો નીકળે છે આવું જ રહ્યું તો બગસરા 24 6 2015 ભારે વરસાદ થી ભાંગી પડ્યું છે.
ત્યારબાદ અનેક વાવાઝોડા આવ્યા કોરોનાની મહામારી આવી બાકી કાઈ રહ્યું છે . તો આ નગરપાલિકાના સત્તાધીશો પૂરું કરી દેશે એટલે બગસરા સાવ ભાંગી પડશે તેમ લાગી રહ્યું છે.નગરપાલિકાના ચીફ ઓફિસરને ચેમ્બર ઓફ કોમર્સના દ્વારા અનેકવાર રજૂઆત કરેલ કે આ નાના નાના રેકડી ધારકોને હેરાન કરવાનું બંધ કરો જો 200 રૂૂપિયાઆપો તો ટ્રાફિક નડતું નથી અને 200 રૂૂપિયા નો આપો તો ટ્રાફિક નડે છે તેવી બેવડી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. તાજેતરમાં નગરપાલિકામાં રેકડી ધારકો તથા ચેમ્બર ઓફ કોમર્સ ના સભ્યો ચીફ ઓફિસરને રજૂઆત કરવા નગરપાલિકાએ પહોંચ્યા હતા. પરંતુ તેમણે નનૈયો કરતા રેકડી ધારકો પાછા ફર્યા હતા.