મોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોત
01:33 PM Nov 08, 2025 IST
|
admin
Advertisement
લાલપર ગામે બાળકી મામાના ઘરે ફળિયામાં રમતી હતી અને બાજુમાં પડેલી કાર દીવાલ સાથે અથડાતા દીવાલ માથે પડતા સાત વર્ષની બાળકીનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે. મોરબીના લીલાપર ગામ ગુરુદેવ સોસાયટીમાં રહેતા મનોજભાઈ કૈડની સાત વર્ષની દીકરી મહેક મોરબીના લાલપર ગામે મામાના ઘરે ફળિયામાં દીવાલ પાસે રમતી હતી અને બાજુમાં બંધ પડેલ બોલેરો કાર જીજે 03 એઝેડ 9302 વાળી કોઈ કારણોસર રળી પડતા દીવાલ સાથે અથડાઈ હતી અને દીવાલ માથે પડતા બાળકીને શરીરે અને માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
Advertisement
Next Article
Advertisement