ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોત

12:08 PM Aug 08, 2025 IST | Bhumika
Advertisement

બાળકીને કાળ ભેટયો, પિતાને ગંભીર ઇજા

Advertisement

નેશનલ હાઈવે પર કેરાળા ગામ નજીક યુવાન 11 વર્ષની દીકરીને બાઈકમાં આગળ બેસાડી જતો હતો ત્યારે ટ્રેક્ટર ટ્રોલીમાં બહાર નીકળેલ લોખંડ ઇન્ગલો સાથે અથડાતા યુવાનને ઈજા પહોંચી હતી અને 11 વર્ષની બાળકીનું મોત થયું હતું પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

રાજકોટ આજીડેમ ચોકડી પાસે રહેતા મનુભાઈ આંબાભાઈ ચાવડા (ઉ.વ.33) વાળાએ ટ્રેક્ટર જીજે 03 ઈએ 153 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેની દીકરી દર્શિતા (ઉ.વ.11) વાળીને બાઈકમાં આગળ બેસાડી નેશનલ હાઈવે પરથી જતો હતો કેરાળા ગામના પાટિયા પાસે આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડ ઇન્ગલો બહાર કાઢી પુરઝડપે જતો હતો.

અચાનક વણાંક લેતા ટ્રોલી બહાર નીકળેલ ઇન્ગલો સાથે અથડાતા મનુભાઈને ઈજા પહોંચી હતી અને દીકરી દર્શિતાને માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું ટ્રેક્ટર મૂકી ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement