For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્પાના નામે ચાલતા અનીતિધામ સમાજ જ નહીં, મહિલાઓ પર અવળી અસર કરે છે: HC

04:15 PM Mar 08, 2024 IST | Bhumika
સ્પાના નામે ચાલતા અનીતિધામ સમાજ જ નહીં  મહિલાઓ પર અવળી અસર કરે છે  hc
  • સ્પાની સંચાલક મહિલાની આગોતરા જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ

દુનિયાભરમાં 8મી માર્ચે ‘વુમન્સ ડે’ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે એક મર્મસ્પર્શી આદેશમાં સ્પાની આડમાં દેહવ્યાપારના ધંધામાં ધકેલાઇ જતી મહિલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. સ્પાની આડમાં અનીતિનું ધામ ચલાવતી મહિલા આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરતાં આદેશમાં હાઇકોર્ટે એવું અવલોકન કર્યું છે કે,સ્પાના નામે ચાલતાં અનીતિધામમાં થતાં કૃત્યો માત્ર સમાજ સામેનો ગંભીર ગુનો નથી, પરંતુ મહિલા આરોપી વિરૂૂદ્ધના જે આક્ષેપો છે એ યુવતીઓ પર જ સૌથી વધુ અવળી અસર પાડે છે. આરોપી મહિલા સ્પાના નામે યુવતીઓને પ્રતાડિત કરી તેમને દેહવ્યાપારમાં ધકેલે છે. તેથી આવા ગંભીર ગુનામાં મહિલા આરોપીઓને જામીન આપી શકાય નહીં.

Advertisement

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અનૈતિક વેપાર અધિનિયમની કલમ અને ઈંઙઈની કલમ 370(ઊં)(2) હેઠળ નોંધાયેલી ઋઈંછમાં આગોતરા જામીન મેળવવા માટે આરોપી મહિલાએ સક્સેસિવ જામીન અરજી દાખલ કરી હતી. તેના તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે,સ્ત્રઅગાઉ પણ મહિલાએ આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ એ પરત ખેંચી લેવામાં આવી હતી. હવે આ કેસમાં ચાર્જશીટ થઇ ગઇ છે અને સહઆરોપીને કાયમી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. અરજદાર મહિલાના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની કોઇ જરૂૂર જણાતી નથી. અરજદાર આરોપી મહિલા છે અને સંબંધિત ગુનામાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. તેથી મહિલાને આગોતરા જામીન આપવા જોઇએ. રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે,આરોપી કથિત સ્પાનો ગ્રાહક હતો અને આ કેસની આરોપી મહિલા સ્પાની સંચાલક છે. તેથી બંનેની ભૂમિકા સદંતર અલગ છે. મહિલાની દલીલ છે કે સ્પા જ્યાં ચલાવવામાં આવતું હતું એ પ્રોપર્ટી તેની નથી, પરંતુ આ દલીલ અપ્રસ્તુત છે. અરજદારની ભૂમિકા ગંભીર છે અને તે સ્પાના ઓઠા હેઠળ અનીતિનું ધામ ચલાવતી હતી અને તેમાં નિર્દોષ યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી. એટલું જ નહીં, અગાઉ પણ આ જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં તેની વિરૂૂદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી પણ મહિલા છે અને પીડિતાઓ પણ મહિલાઓ છે.હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,અરજદાર મહિલાએ સક્સેસિવ જામીન અરજી કરી છે. એટલે કે, અગાઉ પણ તેણે જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ અગાઉની અરજી અને હાલની અરજીમાં કોઇ પણ સંજોગોનો ફેરફાર થયાનું તે દર્શાવી શક્યા નથી. અરજદાર સ્પાની આડમાં અનીતિનું ધામ ચલાવતી હતી અને યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતી હતી. અરજદાર આરોપી પણ મહિલા છે અને પીડિતાઓ પણ મહિલા છે
ત્યારે તેનો ગુનો માત્ર સમાજ જ નહીં યુવતીઓ ઉપર પર અવળી અસર પાડે છે. તેથી આવા ગંભીર ગુનામાં મહિલા આરોપીને હાલના તબક્કે કોઇ રાહત આપી શકાય નહીં

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement