રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિક્ષક દિવસે જણાવ્યા સફળતાના સોનેરી સૂત્રો

05:19 PM Sep 07, 2024 IST | admin
Advertisement

જુસ્સો અને અલગ માર્ગે ચાલવાની હિંમત સફળતાની રેસીપી

Advertisement

શિક્ષક દિવસ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ, અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણીએ મુંબઈની જય હિંદ કોલેજના એક ખાસ કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે તેમના જીવનના સ્મરણીય અનુભવો અને સંઘર્ષો શેર કર્યા હતાં. સફળતાના માર્ગમાં આવતા માનસિક અવરોધોને દૂર કરવા તેમણે મહત્વની ટિપસ પણ આપી હતી.જેટલી મોટી બાઉન્ડ્રી તોડશો એટલી જ હરિફાઈ ઓછી, ગૌતમ અદાણીએ કહ્યું કે ‘જો તમે ઉંચા સ્વપ્ન જોવાનું રાખશો તો, તેને સાકાર કરી શકશો. તમે જેટલી મોટી મર્યાદા તોડશો એટલી હરિફાઈ ઓછી થશે.”

પોતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, કે ‘મેં 16 વર્ષની ઉંમરે પહેલીવાર સીમાઓ તોડી હતી. હું અમદાવાદમાં અભ્યાસ છોડીને મુંબઈ આવ્યો હતો. મુંબઈ માત્ર એક શહેર જ નથી. તે મારા વ્યસાયનું તાલીમ કેન્દ્ર પણ છે. મુંબઈએ મને ઉચ્ચ વિચારો અને ઉંચા સપનાઓ પુરા કરવાનું શીખવ્યું.’જુસ્સો અને અલગ માર્ગે ચાલવાની હિંમત એ સફળતાની રેસીપી ગૌતમભાઈએ કહ્યુ હતું કે "દરેક વ્યક્તિનો એક રોલ મોડલ હોય છે. જે તમને તમારા સંઘર્ષ દરમિયાન પ્રેરિત કરે છે. જેનાથી રસ્તામાં ર્ીંવતી બાધાઓ પાર કરીને, આકરે તમે તમારી મંઝીલ પર પહોંચો છો. ‘તેમણે ઉમેર્યુ હતું કે, "સફળતાની રેસીપી દરેક માટે અલગ અલગ હોય છે.

મારા માટે સફળતાની રેસીપી એક જ છે -જુસ્સો અને અલગ માર્ગ પર ચાલવાની તાકાત એ મારી સફળતા માટેની રેસીપી છે.”અદાણી ગ્રુપના ચેરમેને જણાવ્યું હતું કે, ‘હિંડનબર્ગનો હુમલો એક ગવતરીપૂર્વકની ચાલ હતી. તે અમારી ફોલો ઓન પબ્લિક ઓફર (એફપીઓ) બંધ થયાના થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. વાસ્તવમાં, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અમને મહત્તમ નુકસાન પહોંચાડવા કાવતરું કરવામાં આવ્યું હતું.

ગૌતમભાઈએ કહ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટે પણ અમારા પગલાની પુષ્ટિ કરી છે. હિંડનબર્ગ કેસમાં અદાણી જુથે ઘણા પાઠ શીખ્યા. આમાંનો સૌથી મોટો પાઠ એ હતો કે વાસ્તવિક સરહદો તોડવાનો અર્ત ફકત બાહ્ય પડકારોને દૂર કરવાનો નથી. તેનો અર્થ છે માનસિક અવરોધાને તોડવા, તે જ સમયે વાસ્તવિક કસોટી શરૂ થાય છે.જે કોલેજ રિજેકટ કર્યા, તેણે જ પ્રવચન માટે આવકાર્યા 1970 ના દાયકામાં શિક્ષણ માટે મુંબઈની એક કોલેજમાં અરજી કરી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દીધી હતી. તેમણે વધુ અભ્યાસ ન કર્યો હતો પરંતુ વ્યવસાય તરફ વળ્યા અને લગભગ સાડા ચાર દાયકામાં 220 અબજ ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું. એજ જયહિંદ કોલેજમાં શિક્ષક દિને વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતાં.

Tags :
formulas of successgujaratgujarat newsIndustrialist Gautam Adanirajkotrajkot newsshares the goldenTeacher's Day
Advertisement
Next Article
Advertisement