For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદના સુંદરીભવાની-ટીકર ગામે થતી બેફામ ખનીજચોરી પકડાઇ

11:45 AM Jul 13, 2024 IST | admin
હળવદના સુંદરીભવાની ટીકર ગામે થતી બેફામ ખનીજચોરી પકડાઇ

હિટાચી, ડમ્પર અને રેતી ભરેલું ડમ્પર ઝડપી લેતી પોલીસ

Advertisement

હળવદ પંથકમાં માટી અને રેતીના ખનન અને વહનના પગલે અવારનવાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ખનીજ વિભાગને મળેલી માહિતિના પગલે દરોડો પાડતાં તાલુકાના સુંદરીભવાની ગામેથી ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લીધી હતી જેમાં બે એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર કબ્જે કર્યા હતા તો સાથે ટીકર ગામ પાસેથી હળવદ પીઆઈ દ્વારા રેતી ભરેલું ડંમ્પર ઝડપી લીધું હતું.

મોરબી ખાણ-ખનીજ વિભાગના ભુસ્તરશાત્રી જે એસ વાઢેરની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમની ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરીના પગલે રેડ પાડી હતી તે દરમ્યાન બે એસ્કેવેટર મશીન ટાટા હિટાચી જેના માલિક ઝાલાભાઈ કાળાભાઈ ભરવાડ અને રાજુભાઈ તખુભાઈ રાજપુત તેમજ એક ડમ્પર વાહન ૠઉં-36ડ-3058 જેના માલિક હરેશભાઈ તખુભાઈ ટાંક હોવાનું સામે આવ્યું હતું.જેથી ફાયરક્લે ખનીજના ગેરકાયદેસર ખનન-વહન બદલ મશિનો સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મુકવામાં આવ્યા હતા તો સાથે હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી વ્યાસ દ્વારા ટીકર ગામે પાસેથી જીજે 36 વી 1170 ઝડપી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આમ હળવદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસની સંયુક્ત કામગીરી બાદ ખાણખનીજ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને ખનન કરતાં લાખોના વાહનો સિઝ કરી દેતાં ખનીજ માફીયાઓમા રીતસરનો ફફડાટ ફેલાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement