ઇન્દિરા કોલોનીની પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ
રૂપિયા લઇ આવવાની માગણી સાથે ઘરમાંથી હાંકી કાઢતાં ફરિયાદ નોંધાવાઇ
જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી એક યુવતીને સુરતમાં રહેતા તેણીના સ્વસુર પક્ષના સભ્યોએ દહેજના કારણે ત્રાસ ગુજારી માવતરેથી પૈસા લઇ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢતાં તેણી એ જામનગર આવીને મહિલા પોલીસમાં પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક રહેતી મીનાબેન મહેશભાઈ ગોહિલ નામની 35 વર્ષની વણકર યુવતીને સુરતમાં રહેતા તેણીના સાસરીયાઓએ દહેજ ના કારણે ત્રાસ ગુજારી માવતરે થી રોકડા રૂૂપિયા લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી.
આથી તેણીએ જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ પતિ મહેશ જેઠાભાઈ ગોહિલ, સાસુ ગીતાબેન જેઠાભાઈ ગોહિલ, દિયર દેવેન્દ્ર જેઠાભાઈ ગોહિલ, ઉપરાંત અમિત જયંતીભાઈ ગોહિલ અને ઉષાબેન જયંતીભાઈ ગોહિલ વગેરે સામે ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસ સ્ટેશન ના સ્ટાફે પાંચેય આરોપી સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.