For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં કાલે ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ

05:14 PM Feb 10, 2024 IST | Bhumika
અમદાવાદમાં કાલે ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ

આવતીકાલે કાંકરિયામાં ઊઊંઅ એરેના ખાતે પ્રથમ વખત ઈઊઅઝ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેનું ઉદ્ઘાટન કરશે. લીગને ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ્સ ઓફ ઈન્ડિયા (ઋખજઈઈં) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. લિલેરિયા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને ઈઊઅઝ ઈંજછકના સહ-સ્થાપક વીર પટેલના જણાવ્યા અનુસાર, લગભગ 12,000 લોકોની હાજરીમાં ફ્લડલાઈટમાં સાંજે 7 વાગ્યે રેસિંગ શરૂૂ થશે.

Advertisement

રમતપ્રેમીઓ ભારત, એશિયા અને વિશ્વભરના રાઇડર્સ દ્વારા ઘણી વખત 100 ફૂટ જેટલી ઉંચી હવામાં કૂદતી બાઇકો અને અન્ય ઘણી પડકારજનક હિલચાલના સાક્ષી બનશે. આ લીગમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમો છે. દરેક ટીમ 8 રેસર લઈ શકે છે. રેસરોની હરાજી રૂૂ. 6 કરોડ, એટલે કે ભારતમાં ક્રિકેટ પછીની સૌથી મોટી હરાજી. ઓક્શન પૂલમાં 120 રેસર્સ હતા. તેમાંથી 48 બિડિંગ દ્વારા 3 કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા હતા.

રાઇડર્સની પસંદગી હરાજી દ્વારા થઈ હતી. એક ટીમ ગુજરાતના વડોદરાની છે જેની માલિકી ધ્રુમિલ પટેલની છે. અન્ય ટીમો મુંબઈ, કોલ્હાપુર, દિલ્હી અને અન્ય સ્થળોની છે. દરેક ટીમમાં 8 રાઇડર્સ હશે. કુલ 48 રાઇડર્સ છે. ત્રણ રાઉન્ડમાં પ્રદર્શન એક ચેમ્પિયન ટીમ બનાવશે. વિજેતા ટીમને ઈનામ રૂૂ.41 લાખ મળશે. ઈયફિ,ં ઝજ્ઞુજ્ઞફિં, ઊંફૂફતફસશ, છયમ ઇીહહ, વગેરે આ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગીદાર છે. પ્રથમ વખત, ટશજ્ઞભજ્ઞળ18 દ્વારા રવિવારે સાંજે 7 થી 10 વાગ્યા સુધી લાઈવ ટીવી ફીડ ઉપલબ્ધ થશે. સાંજે 7 વાગ્યે રમત શરૂૂ થાય તે પહેલાં, 6 થી 7 વાગ્યા સુધી ઓપનિંગ સેરેમની, રાષ્ટ્રગીત અને ગુજરાતી સાંસ્કૃતિક પ્રદર્શન થશે. ફ્રી સ્ટાઇલ મોટોક્રોસ શો પણ હશે જેમાં ફિનલેન્ડ અને નોર્વેના રેસર્સ રેસમાં ભાગ લેશે. આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયાના કોમેન્ટેટર્સ હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement