રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતીય સંસ્કૃતિ જીવો અને જીવવા દોને સમગ્ર વિશ્ર્વ સ્વીકારતું થયું: નિખિલેશ્ર્વરાનંદ

04:17 PM Jul 29, 2024 IST | admin
Advertisement

વિ.હિ.પ. પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન: તમામ રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા

Advertisement

રાજકોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી અને તે પૂર્વ અનેકવિધ કાર્યક્રમોની હારમાળ સર્જીને હિન્દુ સમાજના તમામ વર્ગો જેમ કે, વડીલો, મહિલાઓ, બાળકો, યુવાઓને જોડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. સળંગ 39માં વર્ષે પણ ભવ્યાતિ-ભવ્ય રીતે જન્માષ્ટમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો અને દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવાની તૈયારીના પ્રથમ ચરણરૂપે ગત તા. 28ના રોજ કાર્યાલયનું મહાનુભાવોની હાજરીમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂૂઆતમાં ગેમઝોનમાં જીવ ગુમાવનાર તમામ હતભાગીઓ અને વિ.હિ.5., બજરંગદળ પરિવારના કાર્યકરોના અવસાન પામેલ સ્વજનો માટે 2-મીનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોનું શબ્દોથી સ્વાગત હસિતભાઈ ભાડજા દ્વારા કરવામાં આવ્યુ હતું. ઉપસ્થિત આગેવાનો પૈકી મેયર નયનાબેન પેઢડીયાએ પોતાના વકતવ્યમાં રાજકોટની સમગ્ર જનતાને અને ખાસ કરીને મહિલાઓની બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવા અપીલ કરી હતી.

શોભાયાત્રાના માર્ગદર્શક નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીની શોભાયાત્રા એ માત્ર એક યાત્રા નથી પણ શ્રધ્ધાભાવ, ધર્મભાવ, સંસ્કૃતિ રક્ષાનો ભાવને જાગૃત કરવાનો પ્રયાસ છે. વ્યકિતગત જીવન, કૌટુંબીક જીવન, સામાજીક જીવન અને રાષ્ટ્રીય જીવનમાં આવનારી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાની દિશા ભગવાન શ્રીકૃષ્ણ જ આપી શકે છે.

શહેરની મધ્યમાં આવેલ નાગર બોર્ડિંગ જેવી વિશાળ અને તમામ જનતાને અનુકુળ પડે તેવી જગ્યા મહોત્ત્સવ સમિતિને આપવા બદલ નાગર બોડીંગના ડો.હેમાંગભાઈ વસાવડાનું સાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરીને વિશેષ બહુમાન કરાવમાં આવ્યું હતું.

વિ.હિ.5. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-2024ના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય ઉદઘાટક એવા રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજી મહારાજએ પોતાના ભકિતપૂર્ણ પ્રવચનમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદએ કહયું હતું કે ભારતીય સંસ્કૃતિ દ્વારા ભારત એક દિવસ વિશ્ર્વ ગુરુનું સ્થાન લેશે. આજે જયારે સમગ્ર વિશ્વમાં યુધ્ધ, મહામારી, હિંસા, આતંકવાદ જેવા દુષણો વધી રહયાં છે. ત્યારે ભારતની સંસ્કૃતિ જીવો અને જીવવા દો ની છે જેને હવે સમગ્ર વિશ્વ સ્વીકારતુ થયું છે. ભગવાન શ્રીકૃષ્ણએ વર્ષો પહેલા આપેલો ગીતાસાર આજે પણ એટલો જ પ્રસ્તુત છે. ગીતા સારમાં કર્મમાં કુશળતાની વાત કરવામાં આવી છે. આપણો સાંસ્કૃતિ વારસો ટકાવી રાખવો હશે તો બાળકોએ ગીતા અવશ્ય વાંચવી જ પડશે. આજના કાર્યલય ઉદઘાટન પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, આરોગ્ય સમિતિના મનીષભાઈ રાડીયા, ગૌસેવા આયોગના ડો. વલ્લભભાઈ કથીરીયા, રાધેશ્યામ ગૌશાળાના રાધેશ્યામ બાપુ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિ.હિ.5. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયાએ પોતાના વકત્વયમાં સંસ્થા, મંડળ, ગ્રુપના હોદેદારો, કાર્યકરો, જાહેરજનતાને બહોળી સંખ્યામાં જન્માષ્ટમી મહોત્સવના તમામ કાર્યક્રમોમાં જોડાવવા હાર્દિક અપીલ કરી હતી.

વિ.હિ.5. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-2024ના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામ રાજકીય અગ્રણીઓ, સામાજીક સંસ્થાના હોદેદારો, કાર્યકરો તથા જાહેર જનતાનો વિ.હિ.5. ના શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, વિનુભાઈ ટીલાવત, નિતેશભાઈ કથીરીયા, કૃણાલભાઈ વ્યાસ, રાહુલભાઈ જાની, નાનજીભાઈ સાખ, વનરાજભાઈ ગેરૈયા, સુશીલભાઈ પાંભર, મનોજભાઈ ડોડીયા, હષીતભાઈ ભાડજા, આલાપભાઈ બારાઈ, દિપકભાઈ ગમઢા, હર્ષભાઈ વ્યાસ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsIndian cultureNikhileswaranandarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement