For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે મનપા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના કાર્યક્રમ

04:29 PM Mar 05, 2024 IST | admin
કાલે મનપા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ
  • વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે વિધાનસભા વાઇઝ કાર્યક્રમ યોજાશે : પાલિકાના પદાધિકારીઓ ખાસ જોડાશે
  • શહેરમાં ચાર સ્થળોએ યોજાનાર કાર્યક્રમમાં મહિલાઓને બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામકદળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.06/03/2024ના રોજ સવારે 10:00 કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધાનસભા વાઈઝ વિકસિત ભારત વિકસિત ગુજરાતનારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે.

Advertisement

શહેરની અલગ અલગ ચાર વિધાનસભા વાઈઝ યોજાનાર કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ સંગઠનના હોદેદારો, શિક્ષણ સમિતિના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનની વર્ચ્ચુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારતવિકસિત ગુજરાતનારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાનાર છે. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણ ખાતે યોજાશે તેમજ આ કાર્યક્રમ સમાંતરે સમગ્ર રાજ્યના 33 જીલ્લાના 182 વિધાનસભા ક્ષેત્રમાં કાર્યક્રમ યોજી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (ગછકખ) તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (ગઞકખ) અંતર્ગત સ્વ-સહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવનાર છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રચના થયેલ કુલ-10 સ્વ-સહાય જુથ (જઇંૠ)ને જોડી 01 એરીયા લેવલ ફેડરેશનની રચના કરવામાં આવે છે. આમ, કુલ 100 બહેનો ભેગા મળી 1 એરીયા લેવલ ફેડરેશનની રચના થાય છે. જેને મદદનિશ ચેરીટી કમિશનરશ્રીની કચેરી, રાજકોટ ખાતે નોંધણી થયા બાદ રકમ રૂૂ, 50,000/-(અંકે રૂૂપિયા પચાસ હજાર પુરા)ની સરકાર દ્વારા રીવોલ્વીંગ ફંડ સહાય ફાળવણી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 38 જેટલા એરીયા લેવલ ફેડરેશનની રચના કરવામાં આવેલ છે.

Advertisement

આ કાર્યક્રમમાં સ્વ સહાય જૂથો દ્રારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ તથા પ્રદર્શન માટે 05 સ્ટોલ રાખવામાં આવનાર છે. મહિલાઓ સ્વ-નિર્ભર બને તે દિશામાં સરકારશ્રીના માર્ગદર્શનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રાજકોટ શહેર ખાતે ક્રાફ્ટબજારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં, મહિલાઓ દ્રારા રૂૂ.3,88,086/- થી વધુ રકમની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવેલ તેમજ તાજેતરમાં યોજાયેલ મિલેટસ એક્સ્પોમાં પણ સ્વ-સહાય જૂથોની બહેનોને સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર 03 લાભાર્થીઓ દ્રારા આ યોજનાને લગત પ્રતિભાવ રજુ કરવામાં આવશે. 10 મહિલાઓ દ્રારા બનેલ સ્વ-સહાય જૂથની બેહનોને 10,000નો રીવોલ્વીંગ ફંડનો પ્રતિકાત્મક ચેક, એરિયા લેવલ ફેડરેશનને રૂા.50,000નો રીવોલ્વીંગ ફંડનો ચેક તથા પીએમ સ્વનિધી યોજના અંતર્ગત મંજુર થયેલ પ્રથમ તબક્કાની રૂા.10,000, બીજા તબક્કાની રૂા.20,000 તથા ત્રીજા તબક્કાની રૂા.50,0000ની લોનના પ્રતિકાત્મક ચેકનું વિતરણ કરવામાં આવશે તેમજ ફાયનાન્સીયલ લીટરસી માટે લીડ બેંક દ્રારા કાર્યક્રમના સ્થળે સ્ટોલ રાખવામાં આવનાર છે.

શહેરમાં ક્યાં કયાં યોજાશે વિધાનસભા વાઇઝ કાર્યક્રમો
68-વિધાનસભા: મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, રેલનગર
69-વિધાનસભા: કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે.સ્કુલ સામે, આકાશવાણી ચોક
70-વિધાનસભા: સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, અંબાજી કડવા પ્લોટ
71-વિધાનસભા: શિવ ટાઉનશીપ, મવડી-કણકોટ રોડ, મીરા ટાઉનશીપની સામે

Advertisement
Tags :
Advertisement
Advertisement