મનપામાં નાણાકીય વહીવટ વધ્યો, ઓડિટ કરવા માંગ
કોંગ્રેસ દ્વારા ઓડિટર જનરલને આવેદન પાઠવી રજૂઆત: દાયકાઓથી પેધી ગયેલા અધિકારી-કર્મચારીઓ ભ્રષ્ટ હોવાના આક્ષેપ
રાજકોટ મહાનગરપાલિકામાં નાણાકીય ગોલમાલ અને ભષ્ટાચાર વ્યાપક પણે વધી ગયો છે અને તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. ત્યારે મહાપાલકિામાં ઓડિટના વ્યાપક છીંડાઓને ધ્યાનમાં લઇ એ.જી.દ્વારા ઓડિટ કરવામાં આવે તેવી માંગણી રાજકોટ આવેલા ઓડિટર જનરલને આવેદન પાઠવી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયુ છે કે, રાજકોટ મ.ન.પા. અસ્તિત્વમાં આવી ત્યારથી એકપણ વાર એ.જી. દ્વારા ઓડિટ કરવામાં આવ્યું નથી તે અંગેના કારણોની તપાસ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઇએ. મ.ન.પા. એ લોકલ બોડી સ્વાયત સંસ્થા હોય તેમાં ફરજ બજાવતા કર્મચારીઓને માત્ર મ.ન.પા. માં જ ફરજો બજાવવાની હોય છે અન્યત: ટ્રાન્સફર થઈ શકતી નથી જેથી વ્યાપક પ્રમાણમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળી ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે એ.જી. દ્વારા ઓડિટ કરવું ખુબજ મહત્વનું છે.
મહાનગરપાલિકામાં વ્યાપેલ ભ્રષ્ટાચાર બાબુસાહીના કારણે ગેરકાયદેસર રીતે મંજુર થયેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તા. 25/05/2024 ના રોજ 28 લોકોના મૃત્યુ થયા છે આ ગંભીર ઘટનાના પગલે રાજકોટ મ.ન.પા.ના ઘણા બધા અધિકારીઓ સામે ગુનાઓ દાખલ થયા છે અને તેઓને જેલ ભેગા કરવામાં આવ્યાં છે. હાલ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વિવિધ જઈંઝ ઓ, લોકલ ક્રાઈમ બ્રાંચ, એ.સી.બી. સહિતની વિવિધ સરકારી એજન્સીઓ તપાસ આગળ ચલાવી રહી છે ત્યારે અ.ૠ. દ્વારા બંધારણીય જવાબદારી સમજી રાજકોટ મ્યુ.કોર્પોરેનનું ઓડીટ કરવું અત્યંત જરૂરી છે. જે બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવી.
રા.મ.ન.પા. માં બનેલ અગ્નિકાંડ 28 લોકોના મૃત્યુ અને સરકારી એજન્સીઓ દ્વારા અત્યાર સુધી થયેલ તપાસમાં મળી આવેલ કરોડો રૂપિયા સોનુ અને અપ્રમાણસર મિલ્કતનો તપાસના પગલે એ.જી. ઓડિટ કરવા માટે યોગ્ય આદેશ કરશો.તેમ અંતમાં આવેદનમાં માંગ કરી છે.