For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ..ડેડીયાપાડા કોર્ટે ધારાસભ્યના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

02:25 PM Dec 15, 2023 IST | Bhumika
ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ  ડેડીયાપાડા કોર્ટે ધારાસભ્યના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે સરેન્ડર કરી પોલીસ સમક્ષ હાજર થયાં હતાં. ત્યાબાદ આજે તેમેને ડેડીયાપાડા કોર્ટમાં લઈ જવાયા હતા. કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી હતી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડમાગ્યા હતાં તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

છેલ્લા એક મહિનાથી ફરાર હતાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. ત્યારબાદ ગઈકાલે બપોરના સમયે ધારાસભ્ય પોલીસ સમક્ષ હાજર થયા હતા. અને તેમેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. દેડિયાપાડા કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી રહ્યા છે. પોલીસે તપાસ માટે કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડમાગ્યા હતાં તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને વચ્ચે 30 મિનિટ સુધી દલીલો ચાલી હતી.ધારાસભ્યને કોઈપણ તકલીફ ના પડે એવા સૂચન સાથે નામદાર જજે 18 ડિસેમ્બર બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

ચૈતર વસાવા છેલ્લા 1 માસ 9 દિવસથી ભુગર્ભમાં ઉતર્યા હતાં. આ વચ્ચે હાઇકોર્ટે અગાઉ ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી પણ ફગાવી દીધી હતી., MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં હવે કાલે ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જોકે સરેન્ડર પહેલા તેમણે વીડિયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાની વાત પણ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement