For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો

04:48 PM Apr 14, 2025 IST | Bhumika
રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં મોટી રકમનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

નગર સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીનો અભિગમ મુખ્યમંત્રીએ આ નિર્ણયમાં રાખ્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અપાતી આ સહાયની રકમ વધારો કરવાના નિર્ણય સાથોસાથ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.

Advertisement

આ ઉપરાંત કેચ ધ રેઈન અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

આ નિર્ણય અનુસાર રાજ્યની ‘A’ વર્ગ તથા b વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂૂ. 2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત a વર્ગની નગરપાલિકાઓને હવે નવું નગર સેવાસદન બનાવવા માટે રૂૂ. 6 કરોડ તથા b વર્ગની નગરપાલિકાઓને રૂૂ. 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.

રાજ્યની l અને x વર્ગની નગરપાલિકાઓને પ્રવર્તમાન સ્થિતિએ નવું નગર સેવાસદન બનાવવા માટે રૂૂ. 1 કરોડની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે lવર્ગની નગરપાલિકાઓને રૂૂ. 4 કરોડ અને x વર્ગની નગરપાલિકાઓને રૂૂ. 3 કરોડ મળવાપાત્ર થશે. આ ઉપરાંત નગરપાલિકાઓના હયાત નગર સેવાસદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન કરવા માટે જે-તે નગરપાલિકાઓને નવા નગરસેવાસદન બનાવવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ આ હેતુસર અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ અ વર્ગની 34 નગરપાલિકાઓ, b વર્ગ ની 37, ; વર્ગ ની 61 અને x વર્ગની 17 નગરપાલિકા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement