રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાઈબ્રન્ટ પહેલાં રાજ્ય સરકારની ચિંતામાં વધારો, કોરોનાના નવા વેરિઅન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં

04:23 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

કોરોનાના નવા વેરિએન્ટ જેએન-1ના કેસો સતત વધવા લાગતા લોકોમાંદહેશત ફેલાવા લાગી છે. દેશમાં નવા વેરિએન્ટના 83 કેસ નોંધાયા છે. જેમાંથી ગુજરાતમાં 36 કેસ જોવા મળ્યા છે. દેશમાં સૌથી વધુ નવા વેરિઅન્ટના કેસ ગુજરાતમાં નોંધાવ્યા છે જે ખતરાની નિશાની બતાવે છે. ગઈકાલે અમદાવાદમાં એક વૃધ્ધાનું કોરોનાના કારણે મોત થયાનું પણ બહાર આવ્યું છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદમાં કાકરિયા ફેસ્ટીવલ અને કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યા છે. તેવા સમર્થ જ દેશમાં નવા વેરિઅન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાતા સરકાર અને લોકોની ચિંતામાં વધારો થયો છે.
ભારતના જીનોમ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ INSACOG અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં નવા JN.1 વેરિઅન્ટના ઓછામાં ઓછા 83 કેસ મળી આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી સૌથી વધુ 36 સિક્વન્સ છે.
આ પછી ગોવામાંથી 18, કર્ણાટકમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 7, કેરળ અને રાજસ્થાનમાંથી 5-5, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 હતા.
છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 409 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં સૌથી વધુ કેસ છે. 4,170 સક્રિય કેસમાંથી 3,096 કેરળમાં છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર કર્ણાટકમાં પણ 122 કેસ અને 3 મૃત્યુ નોંધાયા છે. ક્ધસોર્ટિયમ દ્વારા ડિસેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન JN.1 સિક્વન્સમાં વધારો નોંધવામાં આવ્યો છે, જેમાં 24 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન 29 કેસ ઉમેરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે જુલાઈથી જીનોમ સિક્વન્સિંગ માટે બહુ ઓછા સેમ્પલ મોકલવામાં આવ્યા હતા કારણ કે કોવિડ-19ના બહુ ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વધુ મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતમાં જેએન.1 કેસની મોટી સંખ્યા ટેસ્ટિંગમાં વધારો થવાને કારણે હતી. કેરળ, જે વર્તમાન ઉછાળા દરમિયાન સૌથી વધુ સંખ્યામાં કોવિડ-19 કેસ નોંધી રહ્યું છે, તેણે ફક્ત પાંચ JN.1 નમૂનાઓનો ક્રમ આપ્યો છે.

Advertisement

Tags :
government's concern before Vibrantgujaratinincreasestate
Advertisement
Next Article
Advertisement