રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુદ્રા લોનની લિમિટમાં વધારો, 20 લાખ સુધી વગર ગેરંટીએ મળશે

04:51 PM Jul 23, 2024 IST | admin
Advertisement

આ યોજનામાં શિશુ, કિશોર અને તરૂણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે

Advertisement

જો તમે બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો અને તમને પૈસાની જરૂૂર છે, તો સરકાર તમારા માટે એક યોજના ચલાવે છે. આ યોજના પ્રધાનમંત્રી મુદ્રા લોન છે, જે અંતર્ગત બિઝનેસ કરનારા લોકોને પહેલા 10 લાખ રૂૂપિયા સુધીની લોન મળતી હતી, હવે 20 લાખ રૂૂપિયા સુધીની લોન ગેરંટી વગર આપવામાં આવે છે. લોનની રકમ ત્રણ કેટેગરીમાં લઈ શકાય છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ શિશુ, કિશોર અને તરુણ કેટેગરીમાં લોન લઈ શકાય છે. લોન લેવા માટે તમારે બેંકમાં અરજી કરવી પડશે અને અરજી માટે યોગ્ય દસ્તાવેજો આપવા પડશે. ત્યારે ચાલો જાણીએ કે કયા દસ્તાવેજોની મદદથી લોન લઈ શકો છો અને યોજના હેઠળ કેટલી લોન મળશે.
જો બિઝનેસ શરૂૂ કરી રહ્યા હોવ તો શિશુ કેટેગરી હેઠળ લોન લઈ શકાય છે. આમાં 50 હજાર રૂૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન 10 ટકાથી 12 ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવી શકે છે.

જો બિઝનેસ શરૂૂ કરી દીધો છે, તો આ સ્કીમ હેઠળ 50 હજાર રૂૂપિયાથી લઈને 5 લાખ રૂૂપિયા સુધીની લોન લઈ શકાય છે. લોન આપતી સંસ્થા આ રકમ પર અલગ-અલગ વ્યાજ દર નક્કી કરે છે. ઉપરાંત, લોનની રકમ આપતી વખતે, અરજી અને ક્રેડિટ રેકોર્ડ્સ તપાસવામાં આવે છે. જો રેકોર્ડ સાચો જણાય તો લોન મંજૂર કરવામાં આવે છે.
આ સ્કીમ હેઠળ એવા લોકોને લોન આપવામાં આવે છે જેમણે પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો છે અને તેઓ તેમના વ્યવસાયનું વધુ વિસ્તારવા માંગે છે, જેના માટે મિલકત વગેરે ખરીદવાની જરૂર છે. આવી સ્થિતિમાં, લોનની રકમ આપવામાં આવે છે, જે 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement