For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના 3000 એનઆરઆઈ વેપારીઓને નોટિસ ફટકારતું ઈન્કમટેક્સ

03:46 PM Dec 04, 2023 IST | Sejal barot
અમદાવાદના 3000 એનઆરઆઈ વેપારીઓને નોટિસ ફટકારતું ઈન્કમટેક્સ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ સક્રિય થયો છે અને દરોડા તેમજ નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના 5000 વેપારી બાદ અમદાવાદનાં 3000 જેટલા એનઆરઆઈ વેપારી આવકવેરાની ઝપટે ચડયા છે અને ઈન્કમટેક્ષ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અચાનક આવેલી નોટીસોથી ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
આવકવેરા વિભાગ દ્વારા ફટકારેલી નોટિસમાં વિદેશમાં રોકાણ કરનાર વેપારીને નોટિસ પાઠવી 10 વર્ષના હિસાબની વિગતો મંગાવી છે. આ સાથે 100% પેનલ્ટી કેમ ન કરવામાં આવે તેની સ્પષ્ટતા અને વિદેશમાં કરેલા રોકાણ અને બેન્કની વિગતો માંગી છે.
ઈન્કમટેક્ષ વિભાગે વિદેશમાં મિલકત ધરાવતા અને બેન્ક એકાઉન્ટ ધરાવનારને નોટિસ આપવામાં આવી છે. વિગતો મુજબ ઈન્કમટેક્ષના ઇન્ટરનેશનલ ટેક્સેશન ડિપાર્ટમેન્ટે ભારત બહાર કોઈ પણ વ્યક્તિએ મિલકત, એકાઉન્ટ કે વ્યવહાર કર્યા હોય તેવા લોકોને નોટિસ પાઠવીને છેલ્લા 10 વર્ષના વ્યવહારોની વિગતો માંગી છે.
આ સાથે હાલમાં ભારતમાં રહેતા હોય તેમણે કરેલા વ્યવહારોની વિગતો કેમ બતાવ્યા નથી તેની સ્પષ્ટતાં માંગી છે. મહત્વનું છે કે, જો આવા કોઈ વ્યવહાર કર્યા હોય અને તેમણે ઈન્કમટેક્ષમાં ન બતાવ્યા હોય તેવા વ્યવહારો પર 100 ટકા પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. અમદાવાદમાં આશરે 3 હજાર કરતાં વધારે ગઈંછને નોટિસ પાઠવવામાં આવી છે. આ તરફ નોટિસને પગલે હવે હાઇ નેટવર્થ ધરાવતા ગઈંછમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement