For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતના મોટા ગજાના બિલ્ડર પર ઇન્કમટેક્સના દરોડા

11:24 AM Dec 09, 2023 IST | Sejal barot
સુરતના મોટા ગજાના બિલ્ડર પર ઇન્કમટેક્સના દરોડા

સુરતમાં મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર આઇટીના દરોડા પડ્યા છે. જેમાં બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં દરોડાની કાર્યવાહી થઇ રહી છે. જનીનના ધંધા સાથે જોડાયેલા ગ્રુપમાં કાર્યવાહી થતા અન્ય બિલ્ડર ગ્રુપમાં ચર્ચાઓ શરૂૂ થઇ છે. જેમાં 4 ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળોએ દરોડા પડ્યા છે.દરોડાની કાર્યવાહીથી બિલ્ડર જૂથમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત ઇન્કમટેક્ષ DDI વિંગ દ્વારા આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
તેમાં શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરાના ગ્રુપ ઉપરાંત રીંગરોડના યાર્ન મર્ચન્ટ તેમજ હાલમાં જનીનના ધંધા સાથે જોડાયેલા ગ્રુપમાં પણ વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યાં છે. કુલ ચાર જેટલા ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળો જેમાં ઓફિસ અને ઘર સમાવિષ્ટ છે ત્યાં કામગીરી હાથ ધરાઈ રહી છે.
ઘણાં લાંબા સમયના અંતરાલ બાદ ઇન્કમટેક્ષ વિભાગે કાર્યવાહી કરતા શહેરના અન્ય બિલ્ડર અને ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાયો છે. બજાર ખુલતાં જ શહેરના વેપારી તેમજ બિલ્ડર આલમમાં દરોડાની કાર્યવાહી ચર્ચાના સ્થાને છે. દિવાળી બાદ સફાળા જાગેલા ઇન્કમટેક્ષના દરોડામાં મોટાપાયે કરચોરી મળે એવી શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement