For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આણંદ અને નડિયાદમાં 18 સ્થળોએ આવકવેરાના દરોડા

05:45 PM Feb 27, 2025 IST | Bhumika
આણંદ અને નડિયાદમાં 18  સ્થળોએ આવકવેરાના દરોડા

આવકવેરા વિભાગ દ્વારા આણંદ અને નડિયાદમાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આણંદ અને નડિયાદમાં સનલાઇટ અને વિદ્યા ગ્રુપ અને તેના ભાગીદારો સહિત 18 જેટલા સ્થળોએ આજે વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા દરોડા પડ્યા હતા. આ સર્ચ ઓપરેશન માં અમદાવાદ,બરોડા અને નડીયાદના 100 જેટલા અધિકારીઓ જોડાયા હતા. આણંદ અને નડિયાદમાં વેપારી અને ઉદ્યોગપતિને ત્યાં બિનહિસાબી કારોબારનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

Advertisement

તપાસમાં બિનહિસાબી વ્યવહારો મળે તેવી શક્યતા છે.
આણંદ અને નડિયાદમાં આજે સવારથી આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આણંદ અને નડિયાદમાં સનલાઇટ અને વિદ્યા ગ્રુપ અને તેના ભાગીદારો સહિત 18 જેટલા સ્થળોએ તપાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી બેનંબરના વ્યવસાયકારોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કેટલું નાણું પકડાયું તે હજુ બહાર આવ્યું નથી. નડિયાદ શહેરમાં ગુરૂૂવાર સવારથી ઈન્કમટેક્ષ વિભાગે સપાટો બોલાવ્યો છે.

નડિયાદના પીપલગ રોડ પર આવેલી વસંત વિહારમાં એક વેપારીના ત્યાં તપાસ શરૂૂ કરી છે. આ વેપારીની નડિયાદના ટુંડેલના સીમ વિસ્તારમાં આવેલી એક એલ્યુમિનિયમની કંપનીમાં પણ તપાસ ચાલી રહી છે.જો કે, હજુ સુધી આ કંપની માલિકનું નામ સામે આવ્યુ નથી. આ સિવાય અન્ય કેટલાક તેના ભાગીદારોને ત્યાં પણ તપાસ ચાલી રહી હોવાની ચર્ચાઓ છે. આણંદ અને નડિયાદમાં સનલાઇટ અને વિદ્યા ગ્રુપ અને તેના ભાગીદારો સહિત 18 જેટલા સ્થળોએ આજે ઈન્કમટેક્ષ વિભાગની ઓચિંતી તપાસથી આણંદ અને નડિયાદમાં વેપારીઓ અને ઉદ્યોગપતિ સહિત બિલ્ડરોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement