અમદાવાદમાં આવકવેરાનું મેગા ઓપરેશન 15 સ્થળે દરોડા: 4 કરોડ રોકડા કબજે
અમદાવાદમાં આવકવેરા વિભાગે રતનપોળની એન.આર.કંપની અને સીજી રોડ ઉપરની એન.ડી. ગોલ્ડ જવેલરી એલએલપી ઉપર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે સોલા, સાયન્સ સિટી, રતન પોળ, નવરંગપુરા, સી.જી. રોડ પર આવેલી કમલેશ શાહ, મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર,, એનઆર એન્ડ કંપની, એન.ડી ગોલ્ડ જ્વેલરી એલએલપીના રેસીડેન્સિયલ અને ઓફિસ સહિત 15 સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડામાં કમલેશ શાહ ના ઘરેથી 4 કરોડ રોકડા મળી આવ્યા હતા તેમજ 15 સ્થળે દરોડામાં 10 બેંક લોકર પણ સીલ કરવમાં આવ્યા છે.
અમદાવાદમાં વણિક દંપતિ કમલેશ શાહ અને મીના શાહને ત્યાં દરોડા પાડવામાં આવ્યા જે અનેક મુદ્દે સવાલ ઊભા કરે છે. કારણ કે આવકવેરા વિભાગ કોઈ પેઢી ઉપર દરોડા પાડતું હોય નહીં કે કોઈ વ્યક્તિગત વ્યક્તિ પર. હાઈ પ્રોફાઈલ કેસ હોય તો તે વાત અલગ છે પરંતુ ગઈકાલે જે દરોડા પાડવામાં આવ્યા તેમાં વણિક દંપતિ કમલેશ શાહ અને મીના શાહ ઉપર છેલ્લા ઘણા સમયથી નજર રાખવામાં આવી હતી તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી ઉપર પણ આવકવેરા વિભાગ એ વોચ રાખી હતી. દેશના અલગ અલગ રાજ્યોમાંથી પકડાતી કેશ રકમને પોતાની હોવાનો દાવો કરીને તેને કમલેશ શાહ અને એમના મળતિયાઓ દ્વારા ક્લેઈમ કરવામાં આવતી હતી.
અલગ અલગ કેસોમાં કરવામાં આવેલા દાવાઓ કરવામાં આવેલા ક્લેઈમને ધ્યાને લઈને આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની કામગીરી હજી યથાવત છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો પકડાય એવી સંભાવના છે.આવકવેરા વિભાગે એવા ખુશ્બુ શાહ, નીના શાહ, ગૌરાંગ પંચાલને ત્યાં પણ તપાસ કરી છે. આ ઉપરાંત રમેશ ઠક્કર અને અન્ય બે કંપની પર આવકવેરા વિભાગની તવાઈ આવી છે. જુદા-જુદા પાંચ કેસમાં કમલેશ શાહના નાણાં હોવાની વિગત સામે આવી છે. કમલેશ શાહ સામેના કેસની વિગતના આધારે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.આ દરોડામાં રાજકોટના 6 થી 7 લોકો જોડાયા હતા.