રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉત્તરાયણમાં પડવા-ભટકાવાની ઘટનાઓમાં 1000% સુધીનો વધારો થશે

03:44 PM Jan 09, 2025 IST | Bhumika
Advertisement

છત પર ભીડ અને રોડ પર ભારે ટ્રાફિકથી બે દિવસમાં ઈમર્જન્સીના 9475 કેસ નોંધાવાની શક્યતા દર્શાવતું 108 : અમદાવાદ-સુરતમાં ખાસ સાવચેતી રાખવા અપીલ

Advertisement

ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતું ઉત્તરાયણ આનંદ, મેળાવડા અને ઉત્સાહભર્યા પળો લાવે છે. તેમ છતાં, છેલ્લા 4-5 વર્ષના મળેલ આંકડાઓ મુજબ, ઉત્સવ દરમ્યાન વધેલાછત ઉપર મોટી ભીડ અને માર્ગ પર ટ્રાફિકને કારણે Emergencyમાં ભારે વધારો જોવા મળે છે. 108 ઈમર્જન્સી મેડિકલ સર્વિસ (EMS) 14મી અને 15મી જાન્યુઆરી 2025ના રોજ અપેક્ષિત Emergencyના વધારાને સંભાળવા માટે સજ્જ છે.

પાછલા વર્ષોની માહિતીને આધારે, 14મી જાન્યુઆરીએ 28.96% અને 15મી જાન્યુઆરીએ 19.80% Emergencyમાં વધારો થવાની આગાહી છે. સામાન્ય દિવસોમાંની સરખામણીએ 14મી જાન્યુઆરીએ 4912અને 15મી જાન્યુઆરીએ 4563 Emergency નોંધાવાની શક્યતા છે, જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ 3809 Emergency થાય છે. નીચેના ખાસ પ્રકારની Emergencyમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

ગુજરાતભરમાં Emergency નોંધાવાની શક્યતા છે, પરંતુ અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા અને સુરતમાં વધુ વધારો થવાની આગાહી છે. સંભવિત ઈમરજન્સીને પહોંચી વળવા માટે ઊંચા જોખમવાળા જિલ્લાઓમાં એમ્બ્યુલન્સની ડાયનામિક તહેનાત કરવામાં આવી છે તેમજ દર્દીની ઝડપી પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલ સાથે સુધારેલી સંકલન સધાશે ઉપરાંત સમગ્ર ઓપરેશનની દેખરેખ અને સંકલન માટે સુપરવાઈઝર સ્ટાફની ઉપલબ્ધતા કરાઈ છે. અને વધેલા કોલ વોલ્યુમને સંભાળવા માટે ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરમાં વધારાનો સ્ટાફ ફાળવામાં આવ્યો છે. ઉત્સવ દરમિયાન જવાબદારીપૂર્વક ઉજવણી કરવા અને જરૂૂરી સાવચેતીઓ રાખવા તેમજ Emergency સર્જાય તો 108 ડાયલ કરવા વિનંતી કરવામાં આવી છે.

Tags :
accidentgujaratgujarat newsUttarayanUttarayan news
Advertisement
Next Article
Advertisement