દુષ્કર્મની ઘટનાઓ વધી, ગૃહમંત્રી રાજીનામું આપે
‘આપ’ના આગેવાનોએ જિલ્લા પંચાયત ચોકમાં દેખાવો કરી કલેકટરને આપ્યે આવેદન
ગુજરાતમાં મહિલાઓ ઉપરના વધતાં જતાં અત્યાચારોને રોકવા માટે પગલાં લેવા બાબતે તેમજ આ બાબતે નિષ્ફળ નીવડેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા બાબતે આજે આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રદેશના મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા, લોકસભા પ્રભારી દિલિપસિંહ વાઘેલા, શહેર પ્રભારી સહદેવસિંહ સરવૈયા, મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, યુવા પ્રમુખ પિયુષ ભંડેરી, લીગલ સેલ પ્રમુખ એડવોકેટ આર. કે. બાબરીયા સહીત નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ જિલ્લાઓમા કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપાયું.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ગર્વોક્તિઓ અને મિથ્યા-અહંકાર કરતી સતત જોવા મળે છે અને પોતાની જાતને ભરોસાની સરકાર કહેવડાવે છે પણ આ જ ભાજપ સરકારના (કુ)શાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતત ને સતત વધારો જ થતો જાય છે. વર્તમાન ગૃહમંત્રીના (કુ)શાસનમાં તો અપરાધીઓ બેફામ બન્યા છે.