For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના રૂા.215.25 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

04:43 PM Oct 15, 2024 IST | Bhumika
રાજકોટના રૂા 215 25 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત
Advertisement

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી સરકારના વિવિધ વિભાગના રૂા.2000 કરોડથી વધુ રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂા.215.25 કરોડના ખર્ચે 4 વિભાગના 42 કામોના ખાત મુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલા 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીના સફળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત રીન્યુએબલ ઉર્જાના પર્યાય તરીકે સ્થાપિત, ઉર્જાશક્તિ-જળશક્તિ-જ્ઞાનશક્તિ-જનશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત ગુજરાત, સૌથી ઊંચા સ્ટેચ્યુ અને સૌથી મોટા સ્ટેડિયમથી ગૌરવાન્વિત ગુજરાત, 24 કલાક વિજળીની સંકલ્પનાથી સાકાર ગુજરાત, ગરબા-ધોરડો અને સ્મૃતિવનથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિથી સુશોભિત ગુજરાત, ગીફ્ટ-ડાયમંડ બુર્સ અને ઢોલેરો છે ગુજરાતના વિકાસના નિમિત, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત ગુજરાત અને પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેક તરીકે સ્થાપિત ગુજરાત વગેરે જેવા પર્યાયથી ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત થયેલ છે ત્યારે આ 23 વર્ષની વિકાસ ગાથાને વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી.

Advertisement

આ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશ્યલ/ડીઝીટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા. જે અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, પાણી પુરવઠા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપતિ તથા ગૃહ વિભાગના એક સાથે રૂૂ.2000 કરોડથી વધુ રકમના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement