વોર્ડ નં.15માં લોકદરબારમાં મેયરનું અપમાન થતાં ચકચાર
મેયરે ‘માપ’માં રહેવા ટકોર કરવી પડી, ડ્રેનેજ અને સફાઈની સૌથી વધુ ફરિયાદો, કુલ 126 પ્રશ્ર્નો પુછાયા
મેયર તમારે દ્વાર અંતર્ગત આજે વોર્ડ નં. 15માં યોજાયેલા લોકદરબારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રશ્ર્નો પુછવામાં આવેલ પરંતુ પ્રથમ પ્રશ્ર્ન દરમિયાન એક વ્યક્તિએ ન બોલવાના શબ્દોમાં મેયરને સતત પ્રશ્ર્નો પુછતા મેયરનું અપમાન થયું હોય તેવું ચીત્ર ઉપસ્યું હતું. જેની સામે પ્રથમ વખત મેયરે પણ પ્રશ્ર્ન પુછનાર વ્યક્તિને પણ માપમાં રહેવાનું જણાવતા લોકદરબારમાં સોંપો પડી ગયો હતો. ત્યાર બાદ કોંગ્રેસના કોર્પોરેટરોને જ શાસકપક્ષે ડાયસ ઉપર બેસાડતા લોકોના પ્રશ્ર્નના જવાબો પણ કોંગી કોર્પોરેટરોને આપવાની ફરજ પડી હતી. સરવાળે આજના લોકદરબારમાં વધુ માથાકુટ ન થતાં લોકોએ અલગ અલગ પ્રકારના 126 પ્રશ્ર્નો પુછ્યા હતાં. જેનો જવાબ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સંતોષજનક આપવામાં આવ્યો હતો.
પ્રશ્ર્નોતરી દરમિયાન લોકોના પ્રશ્ર્નો પૈકી અમુલ સર્કલ નું તેમજ રિલાયન્સ પંપ વાળી શેરીનું જે પાણી વિજયનગરના વોકળામાં જાય છે આ વિકળા ની બંને સાઈડ આરાધના સોસાયટી તેમજ વિજયનગર સોસાયટી આવેલી છે લગભગ ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે તો આ બંને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ જાય છે તો અમારી માંગણી છે કે રિલાયન્સ પંપ પાસેથી વુીક્ષમફશ ના શોરૂૂમ સુધી મોટી પાઇપલાઇન નાખી આવરસાદી પાણી નો નિકાલ આજે નદીમાં કરવા માટેની વિનંતી. આ અમારી અને અમારા વિસ્તારના લોકોને જૂની ફરિયાદ છે અને અમારી જાણ મુજબ આ કામની ગ્રાન્ટ પણ સરકારમાંથી આવી ગઈ છે તો કામ કેમ ચાલુ નથી થતું.
ચુનારા વાડ ચોક થી આજીડેમ સુધી અને હોન્ડાઈના શોરૂૂમથી નેશનલ હાઈવે સુધી ના રોડ છેલ્લા પાંચ થી છ વર્ષ થયા જે હજી સુધીમાં થયેલ નથી આ રોડમાં ફક્ત ચુનારાવાડથી અમુલ સર્કલ સુધી ગંજીવાડા સાહેબનો એક તરફનો ડામર કામ થયેલ છે તો બાકી રહે તો ડામર કરી આપવા અમારી માંગણી છે. રાજકોટમાં આજી નદીના રિવરફ્રન્ટની જાહેરાત લગભગ 12 વર્ષ પહેલા થઈ હતી અને તે નો પ્રથમ સ્ટેજનો હપ્તો 200 કરોડ કોર્પોરેશનમાં જમા પણ થયા હતા તેમાંથી માત્ર ડ્રેનેજની એક લાઈન જ નાખી છે અને તે પણ કાયમ ચોક્ અપ રહે છે તો હવે રિવરફ્રન્ટ ક્યારે બનશે અને આજે નદીમાં આવેલ રામનાથ મહાદેવ આજે શ્રાવણ મહિનો છે ત્યારે ક્યારે બનશે તેની સત્ય વાત કરવા વિનંતી.
અમારા વોર્ડમાં વર્ષો જૂની માંગણી હતી કે ગંજીવાડા ખોડીયાર પરા આંબેડકર નગર નવા થોરાળા આ તમામ વિસ્તારમાં ગંદા પાણીની દરરોજ ફરિયાદો આવે છે જેથી નવી મશ પાઇપલાઇન નાખવાની જે અમારે માંગણી હતી તે કોર્પોરેશનને મંજૂર તો કરી છે પરંતુ ક્યારેય ચાલુ થશે તે જણાવશો અને જો આપ ટેન્ડર બહાર પાડતા હો અને ટેન્ડરમાં કોર્પોરેશનને નુકસાન જતું હોય તો વોર્ડના ઝોન કોન્ટ્રાક્ટર પાસેથી પણ આ કામ કરાવી શકાય છે તો જલ્દીથી કરાવી આપવા અમારી માંગણી છે જેથી કરીને ગંદા પાણીની ફરિયાદો નો નિકાલ થાય લગભગ મશ પાઇપ લાઇન પણ આવી ગઈ છે મેયર હું આ વોર્ડનો કોર્પોરેટર છું મેં આપને મારા વોર્ડના નાના-મોટા 15 કામો કરાવી આપવા માટેની અરજી લેખિતમાં આપેલ છે અને મૌખિકમાં પણ રજૂઆત કરેલ હું આપની પાસે અપેક્ષા રાખો કે આપ જલ્દીથી આ કામો કરાવી આપે હકીકતમાં આપનો લોક દરબાર ભર્યો ગણાશે અને તે સાર્થક પણ ગણાશે.
ઘરમાં નળ ખોલો એટલે દેશી દારૂનો આથો નીકળે છે : સ્થાનિકો
મેયરના લોકદરબારમાં વોર્ડ નં. 15ના રહેવાસીઓએ અલગ અલગ પ્રકારની અનેક ફરિયાદો કરી હતી. પરંતુ એક વ્યક્તિએ એવો આક્ષેપ કર્યો હતો કે, ઘરમાં નળ ખોલો એટલે દેશી દારૂનો આથો નિકલે છે. આ સાંભળીને સૌ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતાં. નળ ખોલો અને ગંદુ પાણી નીકળે આ વાત તો તમે અનેક વખત સાંભળી હશે પરંતુ શું નળ ખોલો અને દારૂૂનો આથો નીકળે એ વાત ક્યારેય સાંભળી છે ખરી? કદાચ તમે કહેશો કે ના. જોકે, રાજકોટમાં મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ થયા હતા. શહેરના વોર્ડ નંબર 15ના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અધિકારીઓને પદાધિકારીઓ સામે જ જાહેરમાં કહ્યું કે, તેમના વિસ્તારમાં એટલી કથડેલી પરિસ્થિતિ છે કે, બાથરૂૂમમાં જાઓ અને નળ ખોલો તો પાણીના બદલે દારૂૂનો આથો નીકળે છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, રોજ આવતા આવા આથાને કારણે લોકોને નાહવાનું કે તે પાણી વાપરવાનું જ મન નથી થતુ.
મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે
લોકદરબારમાં મહિલાઓએ દારૂની બદી દૂર થાય તેવા પગલા ભરવાની રજૂઆત કરેલ તેમજ આ વિસ્તારમાં મહિલાઓ પણ પોતાની જાતને અસુરક્ષીત સમજે છે એટલું જ નહીં તેમના ઘર બહાર એક મંદિર આવેલું છે. જોકે લોકો જ્યારે આ મંદિરે દર્શન કરવા જાય તો રસ્તામાં જ દેશી દારૂૂની હાટડીઓ પણ આવે છે. જેથી કરીને આ વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે.
દેશી દારૂનું દૂષણ છે જ ખુદ સાગઠિયાનો સ્વીકાર
આજના લોકદરબારમાં અન્ય ફરિયાદોની સાથે આ વિસ્તારમાં દારૂનું દુષણ બેફામ રીતે વધી રહ્યું છે. તેવી લોકોએ રજૂઆત કરતા ડાયેસ ઉપર બેઠેલા વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂૂ વેચાય છે. ખુલ્લેઆમ દેશી દારૂૂ પીવાય છે તેઓએ તો પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ કે, નમારા વોર્ડ સહિત આખા રાજકોટમાં દારૂૂ વેચવાનો ધંધો ચાલુ છે. પોલીસ રેડ પણ પાડે છે પરંતુ આ લોકો એક કલાકમાં ફરીથી ધંધો ચાલુ કરી દે છે. જેનું કારણ છે કે આ લોકોને લીગલી હપ્તા મળતા હોય છે. દારૂૂ બનાવવાનું, વેતવાનું અને પીવાનું બધું જ અહીં ચાલે છે.